ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

નેટવર્ક વગર પણ મળી શકે છે કોલિંગ અને ઈન્ટરનેટનો લાભ? જાણો શું છે Traiની યોજના

  • TRAIએ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની દિશામાં પગલાં ભર્યા

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: TRAIએ ભારતીય ટેલિકોમ સેક્ટરમાં મોટા ફેરફારો માટે તૈયારી કરી લીધી છે. ટૂંક સમયમાં જ યુઝર્સ મોબાઈલ નેટવર્ક વગર પણ કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓનો લાભ લઈ શકશે. અહેવાલો અનુસાર, ટેલિકોમ રેગ્યુલેટર TRAI દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવી શકે છે. આ માટે ટેલિકોમ રેગ્યુલેટરે કન્સલ્ટેશન પેપર પન બહાર પાડ્યું છે અને હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા છે. સરળ ભાષામાં કહીએ તો હવે યુઝર્સને ટેલિકોમ કંપનીઓના નબળા નેટવર્કનો સામનો નહીં કરવો પડે. તેઓ નેટવર્ક વગરના વિસ્તારોમાં પણ કોલિંગ અને ઈન્ટરનેટ સુવિધાઓનો લાભ લઈ શકશે.

 

કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું

TRAIએ એક કન્સલ્ટેશન પેપર જારી કરીને સ્ટેકહોલ્ડર્સને 18 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. તે જ સમયે, જવાબી પ્રશ્નો પૂછવા માટેની વિન્ડો 25 ઓક્ટોબર સુધી ખોલવામાં આવી છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે રેડિયો વેબના અસાઈનમેન્ટ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. Airtel, Jio, SpaceX અને Amazon જેવી કંપનીઓ સેટેલાઇટ નેટવર્કની ફાળવણીમાં ભાગ લઈ શકે છે.

એરટેલે સેટેલાઇટ કનેક્ટિવિટી માટે યુરોપિયન કંપની OneWebમાં પહેલાથી જ રોકાણ કર્યું છે. તે જ સમયે, જિયો સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ અને ઇલોન મસ્કની કંપની SpaceXએ પણ ભારતમાં સેટેલાઇટ કનેક્ટિવિટીમાં રસ દર્શાવ્યો છે. આ સિવાય ટેક કંપની Amazon Web Services તેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કુઇપર દ્વારા સેટેલાઇટ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે.

થોડા સમય પહેલા, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ TRAI પાસેથી સેટેલાઇટ આધારિત કોમર્શિયલ કોમ્યુનિકેશન સેવાઓની ફાળવણીના નિયમો અને શરતો માટે સૂચનો માંગ્યા હતા. એકવાર સ્પેક્ટ્રમ ફાળવણી અને કિંમતો પર સર્વસંમતિ સધાઈ જાય પછી વૈશ્વિક કંપનીઓ માટે ભારતમાં પ્રવેશવાનો માર્ગ પણ સાફ થઈ જશે. ઇલોન મસ્કની કંપની SpaceX લાંબા સમયથી સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.

સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શું છે?

સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવા દ્વારા, યુઝર્સ કોઈપણ વાયર વગર અને મોબાઈલ ટાવર પર નિર્ભરતા રાખ્યા વગર તેમના ઘરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આ સર્વિસમાં તમારો સ્માર્ટફોન સીધો સેટેલાઇટ સાથે કનેક્ટ થઈ જશે. આ સેવા એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ખરાબ હવામાનથી પ્રભાવિત થતી નથી, જેના કારણે યુઝર્સને સીમલેસ કનેક્ટિવિટી મળે છે. તેમને નેટવર્ક ડ્રોપ અથવા કનેક્શનના અભાવની સમસ્યાનો પણ સામનો કરવો પડશે નહીં.

આ પણ જૂઓ: 1 કરોડથી વધુ સ્માર્ટફોનમાં નવા માલવેરની ઓળખ કરવામાં આવી; જો OTP ચોરાઈ જાય તો ખાતું ખાલી

Back to top button