શ્રાવણમાં મહાકાલેશ્વર-ઓમકારેશ્વર દર્શનનો લાભ, જાણો કેવી રીતે પહોંચી શકાશે?
- મહાકાલેશ્વર-ઓમકારેશ્વરનું બે રાત અને 3 દિવસનું પેકેજ. તે ઈકોનોમિકલ બજેટમાં પણ છે. તમે શ્રાવણમાં જ્યોતિર્લિંગના દર્શને જઈ શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ શ્રાવણ મહિનો થોડા દિવસોમાં શરૂ થશે. જો તમે પવિત્ર શ્રાવણ મહિનામાં તમારા પરિવાર અથવા મિત્રો સાથે ઉજ્જૈન અને ઈન્દોરના જ્યોતિર્લિંગની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTCએ ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે અને એ પણ ઈકોનોમિકલ બજેટમાં છે. ઉલ્લેખનીય છે કે આ પેકેજમાં તમારું રહેવાનું, ખાવાનું અને મુસાફરી બધું જ સામેલ હશે. તો ચાલો જાણીએ આ પેકેજ વિશે અને તમે આ પેકેજ કેવી રીતે બુક કરાવી શકો છો.
આખા પેકેજમાં શું હશે?
UJJAIN-OMKARESHWAR JYOTIRLINGA નામનું આ પેકેજ 2 રાત અને 3 દિવસનું છે. આ પેકેજમાં તમને મધ્યપ્રદેશના બે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. સૌથી પહેલા તમને ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર લઈ જવામાં આવશે. ત્યાર બાદ ઈન્દોર પાસે આવેલા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન થશે. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ પેકેજમાં તમને બંને જગ્યાએ 1-1 રાત રોકાવાની તક મળશે. આ સિવાય તમારે ટોલ, પાર્કિંગ, જીએસટી અને પેકેજમાં સામેલ તમામ વસ્તુઓના ટેક્સ માટે કોઈ એકસ્ટ્રા પૈસા ચૂકવવા નહીં પડે. તમને આ પેકેજમાં ભોજન પણ મળશે.
કેટલા રૂપિયામાં પેકેજ બુક કરાવી શકશો?
જો તમે મહાકાલેશ્વર-ઓમકારેશ્વરનું પેકેજ પેકેજ સિંગલ વ્યક્તિ માટે બુક કરાવો છો, તો તમારે 19,900 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો માટેના આ પેકેજની કિંમત ઘટીને 9,999 રૂપિયા થઈ જશે અને આજ પેકેજ જો ત્રણ લોકો માટે બુક કરાવશો તો પેકેજની કિંમત 7,200 રૂપિયા છે. જો તમે આ પ્રવાસમાં તમારા બાળકોને સાથે લઈ જવા માંગતા હોવ તો તેમના માટેની પણ અલગ વ્યવસ્થા છે. 5 વર્ષથી 11 વર્ષના બાળક માટે જો તમે એકસ્ટ્રા બેડ લો છો તો તમારે 6,300 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે બેડ નથી ખરીદતા તો તમારે 1,400 રૂપિયા આપવા પડશે.
આ યાત્રા પેકેજ ઈન્દોરથી શરૂ થશે. આ સિવાય કોઈપણ માહિતી માટે તમે IRCTC ઓફિસ અથવા મોબાઈલ નંબર પર સંપર્ક કરીને મેળવી શકો છો.
આ પણ વાંચોઃ શ્રાવણમાં ઓછા બજેટમાં ધાર્મિક સ્થળોની મુલાકાત, જાણો રામ-જાનકી યાત્રા વિશે