ઇન્ટર્નશિપ યોજનાનો લાભ: ટોચની 500 કંપનીમાં ઇન્ટર્નશિપ કરવાની મળશે તક
HD News, 9 નવેમ્બર, 2024: ભારત સરકારે યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આ યોજન પ્રથમ વખત શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. 3 ઓક્ટોબરથી શરૂ થયેલી યોજનાના પ્રથમ તબક્કામાં ઉમેદવારોનો પ્રતિસાદ નીતિ ઘડનારાઓની અપેક્ષા કરતાં સારો રહ્યો છે. અત્યાર સુધી ૩ લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પાંચ વર્ષના ગાળામાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશીપ આપવાનો છે.
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE), જે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવે છે, તેણે અનુભવ મેળવવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને નેશનલ ઈન્ટર્નશિપ પોર્ટલ શરૂ કર્યું હતું. ભારત સરકારે યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે ઉમેદવાર ધો.૧૦, ૧૨, આઈ.ટી.આઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
જાણો કયા કયા લાભ મળશે ?
આ યોજના હેઠળ પસંદગી પામેલા યુવાઓ ૧૨ માસ માટે ઇન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ, કુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ. પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ વાર્ષિક આવક મર્યાદા ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. આ ઉપરાંત સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઇન્ટર્નશીપ કરેલી ન હોવી જોઈએ. ભારત સરકાર દ્વારા રૂ.4500તથા કંપની દ્વારા રૂ.500 માસિક સહાય, સરકાર દ્વારા એક વખત માટે રૂ.6000નું આકસ્મિક અનુદાન, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ દરેક ઇન્ટર્ન માટે વીમા કવચનો લાભ મળશે. .પી.એમ .ઇન્ટર્નશી પ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે છેલ્લી તા.10-11-24 સુધીમાં પોતાની જાતે અરજી કરી શકાશે
પી.એમ.ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટેની રીત
પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઇન્ટર્નશીપમાં અપ્લાય કરવું. અરજી સમયે આધાર નંબર સાથે લિંક ધરાવતો મોબાઇલ નંબર રાખવો. ત્યારબાદ અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક એકાઉન્ટની વિગતો રાખવી. આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જેવા જરૂરી ડોક્યુમેન્ટો સાથે રાખવા. તાજેતરમાં જ વડા પ્રધાને આ પોર્ટલ વિશે કહ્યું હતું કે નેશનલ ઇન્ટર્નશિપ પોર્ટલ પર લગભગ 75,000 એમ્પ્લોયર્સ છે, જ્યાં અત્યાર સુધીમાં 25 લાખ ઇન્ટર્નશિપ આવશ્યકતાઓ પોસ્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનો સિલસિલો યથાવત, નિવૃત્ત બેંક કર્મચારીએ 56 લાખ રૂપિયા ગુમાવ્યા