અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ગુજરાતના વેપારીઓને ફાયદોઃ અમદાવાદમાં ભારત-આશિયાન ટ્રેડ કાઉન્સિલનું કાર્યાલય શરૂ થયું

Text To Speech

અમદાવાદ, 24 જુલાઈ 2024, ભારત અને આશિયાન દેશો વચ્ચેના વેપાર સંબંધો હવે વધુ મજબૂત થશે. આ દેશો વચ્ચે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ અને એકસપોર્ટ પણ થઇ રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં ભારત -આશિયાન ટ્રેડ કાઉન્સિલનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન મ્યાનમારના ભારત ખાતેના એમ્બેસેડર યુ મો કોવ યોંગ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે ભારત આશિયાન ટ્રેડ કાઉન્સીલની ઓફીસ કાર્યરત થઈ તેનો ફાયદો ગુજરાતી સહિત દેશના વેપારીઓને થશે.અમદાવાદના ઉદ્યોગપતિ મનિષ કીરી ભારત-આશિયાન ટ્રેડ કાઉન્સીલના ટ્રેડ કમિશર બન્યા છે.

મનિષ કીરીએ ટ્રેડ કમીશનર તરીકેની જબાબદારી સંભાળી
ગુજરાતના કેમિકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને કીરી ઇન્ડસ્ટ્રીયના ચેરમેન મનિષ કીરીએ ટ્રેડ કમીશનર તરીકેની જબાબદારી સંભાળતા જણાવ્યું હતું કે, આશિયાન દેશો જેવા કે બ્રુનેઇ, દારુસલામ, બર્મા, કંબોડીયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશીયા, ફીલીપીન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએતનામ સાથેના ભારતના તમામ પ્રકારના વેપાર ઉદ્યોગમાં કાઉન્સીલનો સંપૂર્ણ સહકાર રહેશે. તેમણે ભારત અને બર્મા વચ્ચેના મજબુત વ્યાપારીક સંબંધો અને મ્યાનમાર વિદેશી રોકણને આવકારી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

હવે વેપાર સંબંધોમાં વધુ મજબૂતી આવશે
વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2022-23માં ભારતનો આશિયાન દેશો સાથેનો વેપાર 131.58 અબજ ડોલરનો વેપાર હતો. જે ભારત દેશના કુલ ટ્રેડનો 11.3 ટકા હતો. આ દેશો સાથે વેપારની તકો વધે તેના માટે સતત પ્રયાસ કરવા પોતાની ટીમ તત્પર રહેશે. જે માટે એમ્એસએમઇ માટે ખાસ આ કાઉન્સીલની મદદ મળી રહેશે. તમામ પ્રકારના ઉદ્યગો અને વેપાર માટે આયાત નિકાસ માટે પણ કાઉન્સિલ સતત મદદરૂપ થશે.

આ પણ વાંચોઃકેન્દ્રીય બજેટમાં ગુજરાતની MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફાયદો, ટેક્સટાઈલને નિરાશા

Back to top button