ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ODIમાંથી બેન સ્ટોક્સનો સંન્યાસ, ભારત સામે હાર બાદ લીધો નિર્ણય

Text To Speech

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેની ODI કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. સ્ટોક્સે વનડેમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારવાની સાથે 74 વિકેટ ઝડપી છે.

બેન સ્ટોક્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે, હું મંગળવારે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી વનડે મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેં ઈંગ્લેન્ડ માટે રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો છે. અમારી સફર શાનદાર રહી છે.”

Ben Stokes

બેન સ્ટોક્સે વધુમાં કહ્યું કે, અહીં સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલ હતો. પરંતુ હું આ ફોર્મેટમાં મારું 100% આપી શકતો નથી. ઈંગ્લેન્ડની જર્સી આના કરતાં વધુ સારી છે. આ ફોર્મેટ મારા માટે નથી. મારું શરીર પણ મને એ રીતે સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે હું કોઈ અન્ય ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આગળ વધવાનો આ સમય છે.”

બેન સ્ટોક્સ હવે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે કહ્યું, મારી પાસે જે પણ છે તે હવે હું માત્ર ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે હું T20 ક્રિકેટ પર ધ્યાન આપી શકીશ.

Ben Stokes

નોંધનીય છે કે સ્ટોક્સે ઓગસ્ટ 2011માં આયરલેન્ડ સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. આ પછી તેણે 104 મેચમાં 2919 રન બનાવ્યા. આ દરમિયાન સ્ટોક્સે 3 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લીધી હતી. સ્ટોક્સનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ રહ્યું છે.

Back to top button