Ben Stokes કરશે હવે CSKની કપ્તાની?, જુઓ શું કહ્યું CEO વિશ્વનાથે
શુક્રવારે IPL 2023 મિની ઓક્શન (IPL 2023 Min Auction)માં ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો છે. કોચીમાં યોજાયેલી આ હરાજીમાં ઘણી ફ્રેન્ચાઈઝીઓએ બેન સ્ટોક્સ પર બોલી લગાવી હતી, પરંતુ અંતે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીત મેળવી અને પોતાની ટીમમાં 16.25 કરોડમાં ખરીદી લીધો હતો. CSKએ તેના ભૂતપૂર્વ ખેલાડી સેમ કુરાન માટે પણ બોલી લગાવી હતી પરંતુ તે મેળવી શક્યા ન હતા. ત્યારે સેમ ફરી એકવાર પંજાબ કિંગ્સ સાથે રેકોર્ડ પ્રાઈસ સાથે જોડાયો. આ રીતે ધોનીને બેન સ્ટોક્સના રૂપમાં ઓલરાઉન્ડર મળી ગયો છે.
CEO કાસી વિશ્વનાથે શું કહ્યું?
બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પણ છે અને જ્યારથી CSKએ તેને ટીમ સાથે જોડ્યો છે ત્યારથી સ્ટોક્સ આગામી કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાયેલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતો પણ માને છે કે તે એમએસ ધોનીનું સ્થાન લઈ શકે છે. સ્ટોક્સ ટીમ સાથે જોડાયા પછી ધોનીએ શું કહ્યું તે વિશે CSKના CEO કાસી વિશ્વનાથે જણાવ્યું. તેમણે જણાવ્યું કે સ્ટોક્સ ક્યારે ટીમનો કેપ્ટન બની શકે છે.
સ્ટોક્સ કેપ્ટનશીપનો વિકલ્પ
બેન સ્ટોક્સ વિશે વાત કરતા કાસી વિશ્વનાથે એક વેબસાઈટને જણાવ્યું કે, “અમે સ્ટોક્સને ખરીદીને ખુબ જ ખુશ છીએ અને અમે નસીબદાર પણ છીએ કે તે આખરે સ્ટોક અમારી પાસે આવ્યો. અમને એક ઓલરાઉન્ડર જોઈતો હતો અને એમએસ ખુબ ખુશ છે કે અમને સ્ટોક્સ મળ્યો.” સ્ટોક્સ કેપ્ટનશીપનો વિકલ્પ છે પરંતુ ફાઈનલ ડીસિઝન MS.Dhoniનો હશે. CSK ટીમનો નિર્ણય વધુ સારો દેખાઈ રહ્યો છે અને મને આશા છે કે અમે આ સિઝનમાં સારું પ્રદર્શન કરીશું.
આ પણ વાંચો: IPLના આ પાંચ મોટા ખેલાડીઓ જે અન શોલ્ડ રહ્યા, જાણો શું હતુ કારણ
CSKને આગળ લઈ જવા સ્ટોક્સ યોગ્ય પસંદ
તમને જણાવી દઈએ કે ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ હરાજી પહેલા તેણે ડ્વેન બ્રાવો અને રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓને બહાર કર્યા હતા. આવી સ્થિતિમાં, બ્રાવોના સ્થાનની ભરપાઈ કરવા માટે એક ઓલરાઉન્ડરની સખત જરૂર હતી. આ એમએસ ધોનીની છેલ્લી IPL સિઝન હોઈ શકે છે, તેથી CSKને આગળ લઈ જવા માટે બેન સ્ટોક્સ યોગ્ય પસંદગી છે.