પેટની ચરબી ઓગળી રહી નથી? તો ડાયટમાં કરો થોડાક ફેરફાર
- શરીરના વજન કરતા વધેલું પેટ જોવામાં ખરાબ લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઈચ્છો તો તમારા ડેઇલી રૂટિનમાં આ ટિપ્સ ફોલો કરી શકો છો. તમારા પેટની ચરબી (બેલી ફેટ) ઘટાડવામાં મદદ મળશે.
કેટલાક લોકોની બોડીમાં વધુ ફેટ નથી હોતી, પરંતુ બેલી ફેટ દેખાવા લાગે છે. જે જોવામાં બહુ ખરાબ લાગે છે. ઘણા લોકો તેનાથી પરેશાન હોય છે. જો તમે પણ તમારા વધેલા પેટથી પરેશાન છો અને સમજી નથી શકતા કે તેને કેવી રીતે ઘટાડશો, તો તમે તમારા ખાણી-પીણીના રૂટિનમાં થોડો ફેરફાર કરીને પેટની ચરબીમાંથી છુટકારો મેળવી શકો છો. જાણો પેટની ચરબીને ઘટાડવા માટે કઈ ટિપ્સ કામ લાગશે?
જમ્યા બાદ પીવો હર્બલ ટી
જમ્યા બાદ પચાવવા માટે અજમા અને વરિયાળીમાંથી બનેલી હર્બલ ટી પીવો. તે જમવાનું પચાવવામાં ખૂબ ફાયદો કરશે. તેના કારણે બોડીમાં ચરબીનો સંગ્રહ થતો નથી.
સનલાઈટ છે જરૂરી
બોડી ક્લોકને રેગ્યુલેટ કરવા માટે થોડો ટાઈમ સનલાઇટમાં રહેવું જરૂરી છે. આ માટે સરકાર્ડિયન રિધમ (24 કલાકનો પ્રોપર શિડ્યૂલ-તેમાં ઉઠવા-જાગવાથી લઇને તમામ સમય નિશ્ચિત હોય છે) યોગ્ય હોવી જરૂરી છે. જો તે બગડે તો ઊંઘ પણ ડિસ્ટર્બ થાય છે અને દિવસ બગડી શકે છે.
સ્લીપ શિડ્યૂલ જરૂરી
દરરોજ એક સમયે સૂવું અને એક ટાઇમ પર ઉઠવું જરુરી છે. વીકેન્ડ પર પણ દરરોજની જેમ જ સૂવું અને ઉઠવું જોઇએ. તેનાથી બોડી ક્લોકનો ટાઇમ ફિક્સ રહે છે. સરકાર્ડિયન રિધમ યોગ્ય હોય તો બેલી ફેટનો ખતરો ઓછો રહે છે.
લંચમાં હેલ્ધી સૂપ
જો તમે બેલી ફેટથી પરેશાન છો તો બ્રેકફાસ્ટમાં હેલ્ધી ફૂડ લેવાની સાથે બપોરના સમયે સૂપ લઇ શકો છો. લીલા મગ, મેથીના પાન, ટામેટામાંથી તૈયાર કરેલો સૂપ તમારું બેલી ફેટ ઘટાડશે. આ સૂપમાં જરૂરી મસાલા મરી, સિંધાલૂન, તમાલપત્ર અને જીરું નાંખી શકો છો. આ બધા મસાલા બેલી ફેટ ઘટાડશે.
આ પણ વાંચોઃ શિલ્પા શેટ્ટીએ પતિ રાજની ફિલ્મ UT 69નો કર્યો રિવ્યુઃ એક્ટિંગ પર પણ કોમેન્ટ