લાઈફસ્ટાઈલ

વિશ્વાસ ન થાય પણ એક થપ્પડ વધારશે તમારી સુંદરતા, જાણો શું છે આ

સ્કીન ટિપ્સ : દરેક વ્યક્તિ ઈચ્છે કે તે સુંદર દેખાય. તેની ત્વચા મુલાયમ અને ગ્લોયિંગ હોય. તેમજ આવી મુલાયમ ત્વચા માટે લોકો મોંધા પ્રોડક્ટસ અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ લેતા હોય છે. પરંતુ લાંબા સમયે આ પ્રોડક્ટસ અને બ્યુટી ટ્રીટમેન્ટ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો હવે પ્રશ્ન થશે કે શું કરવું ..? આ માટે એક સ્પેશિયલ થેરાપી છે જેનાથી તમે મુલાયમ અને ગ્લોયિંગ ત્વચા મેળવી શકો છો.

આજકાલ વિદેશોઓમાં ગ્લોયિંગ ત્વચા માટે એક થેરાપી ટ્રેન્ડીંગમાં ચાલી રહી છે. જેનું નામ છે સ્લેપ થેરાપી. આ થેરાપીમાં હળવા હાથે ચહેરા પર થપ્પડ મારવામાં આવે છે.

આ પણ વાંચો : પુરુષો માટે સ્કીન કેર ટીપ્સ : વાળ અને ત્વચાની આ રીતે રાખો સંભાળ

શું છે સ્લેપ થેરાપી ?

સ્લેપ થેરાપીને ગુજરાતીમાં થપ્પડ ચિકિત્સા કહી શકાય છે. આ થેરાપીમાં ચહેરા પર હળવા હાથે થપ્પડ મારવામાં આવે છે. થપ્પડ મારવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. તેમજ આ થેરાપીનો ઉપયોગ મોટા ભાગે સ્ત્રીઓ કરતી હોય છે. જેથી તેમની ત્વચા મુલાયમ અને ગ્લોયિંગ દેખાય.

વિશ્વાસ ન થાય પણ એક થપ્પડ વધારશે તમારી સુંદરતા, જાણો શું છે આ - humdekhengenews

સ્લેપ થેરાપીના ફાયદા

સ્લેપ થેરાપીથી ત્વચા મુલાયમ બને છે. આ ઉપરાંત જે લોકોને ત્વચા પર કરચલીઓની સમસ્યા છે તે લોકોએ આ થેરાપીનો ઉપયોગ કરવો જોઈએ. હળવા હાથે ચહેરા પર થપ્પડ મારવાથી ચહેરાની માંસપેશી સક્રિય થાય છે અને લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે. જેના કારણે ત્વચા ગ્લોયિંગ બને છે. ઉપરાંત હળવા થપ્પડ મારવાથી ખીલથી પણ છુટકારો મેળવી શકાય છે.

આ પણ વાંચો : ડર અને ફોબિયા બંન્ને અલગ-અલગ છે જાણો આ બંન્ને વચ્ચે શું છે તફાવત

સ્લેપ થેરાપી કેવી રીતે કરશો ?

આ થેરાપીમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ જરુરી છે. નહીતર ચેહરાને નુકસાન પણ થઈ શકે છે. હળવા હાથે ચહેરા પર આશરે 50 જેટલા થપ્પડ મારવા. આ સાથે એ પણ વાતનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે કે જે લોકોની ત્વચા સંવેદનશીલ છે તે લોકોએ આ થેરાપીનો ઉપયોગ કરતા પેહલા એકવાર ડોકટરની સલાહ લેવી જરૂરી છે. તમે બ્યુટી પાલર્ર કે સ્પામાં પણ આ થેરાપી લઈ શક્ય છે. તેમજ ઘરે પણ તમે આ થેરાપી કરી શકો છો. આ માટે સૌપ્રથમ ચહેરાને સાદા પાણી દ્વારા સાફ કરી લો. ત્યારબાદ હળવા હાથે ચહેરા પર થપ્પડ મારો.

વિશ્વાસ ન થાય પણ એક થપ્પડ વધારશે તમારી સુંદરતા, જાણો શું છે આ - humdekhengenews

આ થેરાપીની શરૂઆત કેવી રીતે થઈ ?

આ થેરાપીની શરૂઆત સાઉથ કોરિયાથી થઈ હતી. હવે આ થેરાપી ધીમે-ધીમે બધે જ પ્રચલિત થઈ ગઈ છે. તેમજ લોકો ત્વચાને મુલાયમ, ગ્લોયિંગ બનાવા તેમજ ખીલથી છુટકારો મેળવા માટે આ થેરાપીનો ઉપયોગ કરે છે.

Back to top button