ઉત્તર ગુજરાતધર્મ

અહીં હનુમાનજીની માનતા રાખવાથી વિઝા મળતા હોવાની આસ્થા, જાણો ક્યાં છે આ મંદિર

માણસા તાલુકાના સમૌ ગામે ચમત્કારી અને મહાપ્રતાપી શ્રી છબીલા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર આજુ બાજુના વિસ્તારના લોકો માટે આસ્થાનું પ્રતિક ગણાય છે. મંદિરની ઘણી બધી વિશેષતાઓ છે. જેમાં દર શનિવારે હજારો રૂપિયાનો અન્નકૂટ દાદાને ચઢાવવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે આખે આખા ડબ્બા ઘીની સુખડી ચડતી હોય છે. મોટા ભાગે જે લોકો વિદેશ જાય છે એ દાદાની ક્રુપાથી જાય છે એમ માની ને વિદેશ જનાર લોકો દાદાને પ્રસાદમાં સુખડી ચડાવતા હોય છે. સુખડીની સાથે સાથે વડા અને પેંડા પણ લોકો દાદાને પ્રસાદમાં ચડાવતા હોય છે

દર્શનાથીઓ-humdekhengenews

છબીલા હનુમાન દાદાના મંદિરનો ઇતિહાસ:

છબીલા હનુમાનજી દાદાનુ મંદિર ૧૧૦૦ વર્ષ જૂનું છે અને જેની અંદર 11 ફૂટની ઊંચી છબીલા હનુમાન દાદા ની મૂર્તિ આવેલી છે. આ ચમત્કારી શ્રી છબીલા હનુમાન દાદા નો મહિમા અપરંપાર છે. સમૌ ગામમાં છબીલા હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા પોષ-વદ આઠમના દિવસે કરેલ છે. તેથી આ દિવસને દાદા નો અણુજો પાળવામાં આવે છે. આખા ગામમાં કામ, ધંધા, દુકાનો, દૂધ મંડળી વગેરે આ દિવસે બંધ રાખવામાં આવે છે. દરેક પ્રકારના વાહનો અને તમામ પ્રકાર ના ધંધાઓ તે દિવસે સદંતર બંધ રાખવામાં આવે છે લોકો એ દિવસે દાદાનાં ધામમાં સેવામા જોડાય છે.

ગુજરાતી ગીતકાર નીતિન બારોટ અને પાર્થ ચૌધરી દ્વારા શ્રી છબીલા હનુમાન દાદાનું ગીત પણ ગાવામાં આવ્યું છે.
” એક કદમ આસ્થા કી ઓર “

જો ગર્ભવતી મહિલા ગામમાંથી નીકળે તો દાદાને વડા ચડાવવા જ પડે છે:

કોઈ પણ ગર્ભવતી મહિલા ગામના સીમાડામાંથી જો પસાર થાય તો છબીલા હનુમાનદાદા ને અવશયપણે વડા ચડાવવા આવવું જ પડે છે. નહિતર છોકરું રડવાંનું બંધ નથી કરતું. આમ આ માન્ચતા વર્ષોથી ચાલી આવે છે.

વડાનો પ્રસાદ-humdekhengenews

છબીલા હનુમાન દાદા ને વિઝાવાળા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે:

અત્યારના આધુનિક સમયની અંદર મહાપ્રતાપી આ છબીલા હનુમાનજી દાદા છે જે ભક્તોની ચિંતા દુર કરે છે. છબીલા હનુમાનજી દાદા ને વિઝા વાળા હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજુ બાજુના તમામ લોકો અહીંયા વિદેશ જવા માટે વિઝા જલ્દી મળી જાય એના માટે માનતા રાખતા હોય છે અને તેઓની માનતા પૂરી થતી હોય છે. આ માનતા રાખતા કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા અનેક દેશોના વિઝા તરત જ મળી જતા હોય છે. આના પરચાઓ અનેક લોકોને મળ્યા છે. અનેક લોકો દર શનિવારે અને મંગળવારે ચાલતા હનુમાનજી દાદાના મંદિરે આવે છે. જ્યારે દર શનિવારે સાંજે 6:45 કલાકે મહા આરતી કરવામાં આવે છે અને હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા ઊમટી પડે છે.

આ પણ વાંચો : આ રાશિઓ પર હંમેશા રહે છે કુબેર દેવની કૃપાઃ થતી નથી પૈસાની અછત

Back to top button