નવરાત્રિનો પાંચમો દિવસ: જાણો કેવી રીતે મા દુર્ગા સ્કંદ માતા તરીકે ઓળખાયા
મા દુર્ગાના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન સ્કંદ કુમાર [કાર્તિકેય] ની માતા હોવાને કારણે, દુર્ગાના આ પાંચમા સ્વરૂપને સ્કંદ માતા નામ મળ્યું છે. ભગવાન સ્કંદજી માતાના ખોળામાં બાળકના રુપે બિરાજમાન છે, સ્કંદ માતૃસ્વરૂપિણી દેવીને ચાર હાથ છે, જે ભગવાન સ્કંદને જમણા ઉપલા હાથથી પોતાના ખોળામાં બેસાડ્યા છે. તેમજ અને જમણા નીચલા હાથમાં કમળ ધરાવે છે જે ઉપર છે. માતા કમળના ફૂલ પર બિરાજમાન રહે છે. તેથી જ તેમને પદ્માસનની દેવી અને વિદ્યાવાહિની દુર્ગા દેવી પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે. સ્કંદમાતા સૂર્યમંડળની પ્રમુખ દેવતા છે. તેમની ઉપાસના કરવાથી સાધકને અલૌકિક તેજની પ્રાપ્તી થાય છે.
માતા સ્કંદમાતાના સ્વરુપ સાથે જોડાયેલ કથા:
પૌરાણિક માન્યતા અનુસાર, તારકાસુર નામના રાક્ષસે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા. તારકાસુરે બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું. આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે. આના પર તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું કારણ કે તેને લાગતું હતું કે શિવ ક્યારેય લગ્ન નહીં કરે અને જો લગ્ન નહીં થાય તો પુત્ર થશે નહીં. આ રીતે તે મરશે પણ નહીં.
વરદાન મળતાં જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટા થયા ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે.
કેવી રીતે કરવી સ્કંદમાતાની આરાધના:
માતા સ્કંદમાતાની આરાધના કરવા સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. પૂજા સ્થળ પર સ્કંદમાતાની મૂર્તિ સ્થાપિત કરીને પૂજાની શરૂઆત કરો. સૌથી પહેલા માતાની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો અને માતાની સામે ફૂલ ચઢાવો. મીઠાઈઓ અને 5 પ્રકારના ફળો ચઢાવો. આ સાથે 6 ઈલાયચી પણ ચઢાવો. કલશમાં પાણી ભરો અને તેમાં કેટલાક સિક્કા મૂકો અને તે પછી પૂજાનું વ્રત લો.
આ પણ વાંચો: નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાને ધરાવો આ ભોગ !
સ્કંદમાતા મંત્ર:
યા દેવી સર્વભૂતેષુ મા સ્કન્દમાતા રૂપેણા સંસ્થા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ ।