‘લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું એ પાપ છે, પરંતુ લગ્ન માટે જરૂરી’ : ઝીનત અમાને આપી રિલેશનશિપ પર સલાહ

મુંબઈ, 10 એપ્રિલ : ફિલ્મ ઉદ્યોગની લીજેન્ડરી અભનેત્રી ઝીનત અમાન, જે તેના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રી ગણાય છે. તે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને અવારનવાર તેની પોસ્ટ્સ આજના સમયમાં પણ ચાહકોને ખૂબ જ સંબંધિત લાગે છે.
ઝીનતે હવે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે રિલેશનશિપને લઇ સલાહ આપી છે. ઝીનતે તેના પાલતુ જાનવર સાથેની પોતાની એક તસવીર શેર કરી અને તેમાં આ સલાહનો ઉલ્લેખ કર્યો. ઝીનતે જણાવ્યું કે એક પ્રશંસકે તેની પાસેથી રિલેશનશિપની સલાહ માંગી હતી. ઝીનતે એ પણ જણાવ્યું કે જે સલાહ તે તેના ચાહકોને આપી રહી છે તે જ સલાહ તે પોતાના પુત્રોને પણ આપે છે.
ઝીનત અને તેની ‘લીલી’
ઝીનતે તેના પાલતુ કૂતરા લિલી સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું, ‘બે તીર, એક પોસ્ટ! પ્રથમ, લોકપ્રિય માંગ પ્રમાણે, આ રહી મારી શૈતાન લિલી, આજે બપોરે બગીચામાં મજા કરી રહી છે. લિલી એકે સ્ટ્રીટ ડોગ છે જેને બોમ્બેની ગલીઓમાંથી રેસ્ક્યુ કરવામાં આવી થી. તે મારા પડછાયા જેવી છે અને તેથી જ હું પેટ રેસ્ક્યુ અને દત્તક લેવાની ભલામણ કરું છું.
ઝીનતની રિલેશનશિપ પર સલાહ
ચાહકો સાથે રિલેશનશિપ પર સલાહ શેર કરતી વખતે, ઝીનતે આગળ લખ્યું, ‘તમારામાંથી એકે મારી અગાઉની પોસ્ટના ટિપ્પણી વિભાગમાં રિલેશનશિપ પર સલાહ વિશે પૂછ્યું. મને એક અંગત અભિપ્રાય શેર કરવા દો, જે મેં પહેલાં શેર કર્યો નથી – જો તમે રિલેશનશિપમાં છો, તો હું તમને લગ્ન પહેલાં સાથે રહેવાનું ભારપૂર્વક સૂચન કરું છું!
View this post on Instagram
ઝીનતે આગળ લખ્યું, ‘મેં મારા બંને પુત્રોને એ જ સલાહ આપી છે, જેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા છે અથવા રહી રહ્યા છે.
ઝીનતે કહ્યું કે દિવસમાં થોડા કલાકો માટે કોઈની સામે પોતાનું શ્રેષ્ઠ સંસ્કરણ રજૂ કરવું સરળ છે. પરંતુ બાથરૂમ વહેંચવું, ખરાબ મૂડને હેન્ડલ કરવું, દરરોજ રાત્રે રાત્રિભોજન માટે એક જ વસ્તુ પર સંમત થવું; લગ્નજીવનમાં આવી લાખો નાની મોટી તકરાર સર્જાય છે. યુગલોએ ચેક કરવું જોઈએ કે તે બઘી જ બાબતોમાં સંમત થઇ શકશે કે નહીં.
પોતાની પોસ્ટને સમાપ્ત કરતાં, ઝીનતે લખ્યું, ‘હું જાણું છું કે ભારતીય સમાજ ‘લિવ-ઈનને લઈને થોડો કડક છે. પરંતુ સમાજ ઘણી બાબતોમાં કડક રહે છે!
ઝીનત 70 અને 80ના દાયકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. તેણે ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ડોન’ અને ‘કુરબાની’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે ટૂંક સમયમાં શબાના આઝમી અને અભય દેઓલ સાથે ‘બન ટિક્કી’માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : દુબઈમાં ડૉલી ચાયવાલાનો વીડિયો જોઈને લોકોએ પૂછ્યું…