ટોપ ન્યૂઝબજેટ-2023

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધશે

રાષ્ટ્રપતિના સંબોધનની સાથે આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પ્રથમ સંબોધન કરશે અને બજેટ પહેલા આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરશે.

આ પણ વાંચો : પેપરલીક કાંડમાં 15 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર

વિપક્ષનો સરકારને ઘેરવાના પ્રયાસ

બજેટ સત્ર દરમિયાન, સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના સંમબોધન પર આભાર પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર સરળ ચર્ચા પર રહેશે, જ્યારે વિરોધ પક્ષોએ અદાણી જૂથ, ગવર્નરોની કામગીરીને લગતા મુદ્દાઓ, કેટલાક રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રાજનિતીના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

Budget 2023 - Humdekhengenews

બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે

બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો યોજાશે થશે. સોમવારે સર્વપક્ષીય બેઠકમાં, સરકારે સ્પષ્ટ કહ્યુ હતું કે તે સંસદમાં નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને ગૃહને સુચારૂ રીતે ચલાવવા માટે દરેકનો સહયોગ માંગે છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કેન્દ્રીયમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું કે, સરકાર નિયમો હેઠળ સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, અમે વિપક્ષનો સહયોગ ઈચ્છીએ છીએ. તેમદ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આ બેઠકમાં 27 રાજકીય પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો.

બજેટ 2023 - Humdekhengenews

બેઠકમાં અનેક મુદ્દા ઉઠ્યા

મળતી માહિતી અનુસાર, બેઠકમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા, ડીએમકે, ડાબેરી પક્ષો વગેરેએ અદાણી જૂથ સાથે સંબંધિત મુદ્દા ઉઠાવ્યા અને સંસદ સત્ર દરમિયાન તેના પર ચર્ચા કરવાની માંગ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બેઠકમાં ટીઆરએસ અને ડીએમકે જેવી પાર્ટીઓએ વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલના વર્તનનો મુદ્દો ઉઠાવ્યો.

બજેટ 2023 - Humdekhengenews

બેરોજગારીની સ્થિતિ પર ચિંતા

તેમણે કહ્યું કે આ સાથે સર્વપક્ષીય બેઠકમાં યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆર કોંગ્રેસ)એ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત આર્થિક વસ્તી ગણતરીની માંગ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયએસઆર કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે સામાજિક અને વિકાસ સૂચકાંકમાં કયો વર્ગ પાછળ છે તે જાણવા માટે પછાત વર્ગોની આર્થિક સ્થિતિ વિશે માહિતી મેળવવી જરૂરી છે. તેમણે કહ્યું કે બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.

Back to top button