રમઝાનનો પ્રારંભઃ ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર


રમઝાનનો પાક મહિનો શરૂ થઇ રહ્યો છે. ઇસ્લામિક કેલેન્ડરની વાત માનીએ તો રમઝાન 29 કે 30 દિવસ સુધી ચાલે છે અને તે ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે. આ દરમિાન મુસ્લિમ લોકો રોજ સવારે વહેલા ઉઠીને સહરી કરે છે, ત્યારબાદ ખજુર ખાઇને અને પાણી પીને રોજા તોડે છે.
22 કે 23 માર્ચે શરુ થશે રમઝાન
તેની વચ્ચે તેઓ કંઇ પણ ખાઇ શકતા નથી. વ્રત તોડ્યા પછી ઇફ્તાર હોય છે. આ વખતે રમઝાનના રોજા લગભગ 13થી 14 કલાક સુધી રાખવા પડશે. આ વર્ષે ભારતમાં રમઝાન બુધવાર અને 22 માર્ચ, 2023નો રોજ મક્કા પર ચાંદ દેખાયા બાદ શરૂ થવાની આશા છે. જોકે 22 માર્ચના રોજ ચાંદ નહીં દેખાય તો રમઝાન 23 માર્ચથી શરૂ થશે.
ઇદ કયારે મનાવાશે?
રમઝાન શુક્રવાર, 21 એપ્રિલે ખતમ થશે અને ઇદ-ઉલ-ફિતર શનિવાર, 22 એપ્રિલના રોજ મનાવાશે. દરેક દેશ માટે રમઝાન એકાદ બે દિવસ આગળ પાછળ શરુ થઇ શકે છે. દુબઇ અને અબુ ધાબીમાં રમઝાન 23 માર્ચથી શરૂ થઇ શકે છે. પાકિસ્તાન અને ઇંડોનેશિયામાં રમઝાન 22 માર્ચ 2023થી શરૂ થશે અને ઇદ 21 એપ્રિલે હશે.
આ પણ વાંચોઃ H3N2 વાઇરસથી બચવું હોય તો આ વસ્તુઓને કરો ડાયેટમાં સામેલ