ટ્રેન્ડિંગધર્મ

મહા ગુપ્ત નવરાત્રિનો પ્રારંભઃ શક્તિ આરાધનાનું શ્રેષ્ઠ પર્વ, માને કરો પ્રસન્ન

  • ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ માતા કાલી, માતા તારા, માતા ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વર, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર ભૈરવી, માતા ધુમાવતી, માતા બગલામુખી, માતા માતંગી, માતા કમલા છે.

હિંદુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે. નવ દિવસ સુધી ચાલતા આ પર્વમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર નવરાત્રિનો તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે. એક ચૈત્ર અને બીજી શારદીય નવરાત્રિ, તો આ ઉપરાંત બે ગુપ્ત નવરાત્રિ પણ આવે છે. કેલેન્ડર મુજબ, પ્રથમ ગુપ્ત નવરાત્રિ મહા મહિનામાં અને બીજી અષાઢ મહિનામાં આવે છે. મહા મહિનાના શુક્લ પક્ષની નોમ સુધી ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવે છે.

ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ માતા કાલી, માતા તારા, માતા ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વર, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર ભૈરવી, માતા ધુમાવતી, માતા બગલામુખી, માતા માતંગી, માતા કમલા છે. ગુપ્ત નવરાત્રિમાં ગૃહસ્થ જીવનવાળા નવ દિવસ સુધી દુર્ગા સપ્તશીનો પાઠ કરે અને માતા દુર્ગાની પૂજા કરી શકે છે. સાથે સાથે દેવી દુર્ગાના નવાર્ણ મંત્રની રોજ એક માળા જપે. તેનાથી દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે.

મા દુર્ગાના ઉપાસકો 9 દિવસ સુધી ગુપ્ત રીતે શક્તિ સાધના અને તંત્ર સિદ્ધિ કરે છે. ગુપ્ત નવરાત્રિને ગુપ્ત સાધના અને વિદ્યાઓની સિદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આખા વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે, જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રગટ નવરાત્રિ હોય છે. ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ મહિનામાં આવે છે અને ચૈત્રમાં પ્રગટ નવરાત્રિ અને શારદીય નવરાત્રિ આસો મહિનામાં આવે છે. દેવી ભાગવત મહાપુરાણમાં માતા દુર્ગાની પૂજા માટે આ ચાર નવરાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહા ગુપ્ત નવરાત્રિનો પ્રારંભઃ શક્તિ આરાધનાનું શ્રેષ્ઠ પર્વ, માને કરો પ્રસન્ન hum dekhenge news

મહા ગુપ્ત નવરાત્રિ પ્રારંભ

પંચાંગ અનુસાર, આ વર્ષે મહા ગુપ્ત નવરાત્રિ શનિવાર, 10 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ રહી છે. તે રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિ 10મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધી 9 દિવસ ચાલશે.

ગુપ્ત નવરાત્રિમાં સાધના

જ્યારે પ્રત્યક્ષ નવરાત્રિમાં માતા ભગવતીની પૂજા કરવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી સાધના કોઈને કહીને કરવામાં આવતી નથી. તેથી જ આ નવરાત્રિનું નામ ગુપ્ત નવરાત્રિ રાખવામાં આવ્યું છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી ગુપ્ત વિધિ કરવામાં આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના દસ સ્વરૂપો (મહાવિદ્યા)ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. આ સાધનામાં જેટલી ગુપ્તતા રહેશે, તેટલું વહેલું તે પરિણામ આપશે. આ દિવસોમાં મંત્ર જાપ, શ્રી દુર્ગા સપ્તશતી અને હવન દ્વારા દેવીની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ દુનિયાનું સૌપ્રથમ ૐ આકારનું મંદિર બનીને તૈયાર, શું છે મંદિરની વિશેષતાઓ?

Back to top button