ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિજયની તૈયારીઓ શરૂ? જાણો કયા પક્ષની ઑફિસે શરૂ થઈ તૈયારી?

Text To Speech
  • ચૂંટણીના પરિણામો જાહેર થવાના થોડા સમય પહેલાથી જ સત્તાધારી પાર્ટી ભાજપ ઉજવણીના મોડમાં આવી ગયું

નવી દિલ્હી, 4 જૂન: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના થોડા સમય પહેલાથી સત્તાધારી પાર્ટી ભાજપ ઉજવણીના મોડમાં આવી ગયું છે. આજે મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ દિલ્હીમાં BJP હેડક્વાર્ટર ખાતે પુરી અને મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે જેનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. દેશમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની જંગી જીતની આગાહી કર્યા બાદ ભાજપ આત્મવિશ્વાસ પર ઊતરી ગયો છે, જ્યારે વિપક્ષી INDIA જૂથે એક્ઝિટ પોલ દ્વારા રજૂ કરાયેલા સંભવિત આંકડાઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, અધિકારીક પરિણામો તેમની તરફેણમાં આવશે.

 

 

બંને મુખ્ય ગઠબંધન NDA અને INDIA પોતપોતાની જીતનો કરી રહ્યા છે દાવો 

લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થયું હતું, જ્યારે 7મા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થયું હતું. આજે મંગળવારે લોકસભા ચૂંટણી માટે મત ગણતરીનો દિવસ છે અને બંને મુખ્ય ગઠબંધન NDA અને I.N.D.I.A. પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં, ભાજપની આગેવાની હેઠળના એનડીએએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દિલ્હીમાં સત્તા પર તેની પકડ જાળવી રાખી હતી અને આ વખતે ગઠબંધન 400 સીટોનો આંકડો પાર કરવાની નજરમાં છે. તે જ સમયે, કોંગ્રેસની આગેવાની હેઠળના INDI ગઠબંધનને 10 વર્ષ પછી કેન્દ્રમાં સત્તામાં પાછા ફરવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ઉંટ કઈ બાજુ બેઠો છે તેનો અંદાજ લગાવી શકાશે.

આ પણ જુઓ: ગુજરાત: રનરઅપ ઉમેદવારો ધારાસભા દીઠ 5 ટકા ઇવીએમ-વીવીપેટની ચકાસણી કરાવી શકશે

Back to top button