અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

મને ગદ્દાર કહેતા પહેલા ખુદમાં ઝાંખી લો, કોંગ્રેસના નેતાઓ સામે રોહન ગુપ્તા લાલઘૂમ

અમદાવાદ, 19 માર્ચ 2024, લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ગઈકાલે રાત્રે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી હતી. રોહન ગુપ્તાએ સમગ્ર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, મારા પિતા બિમાર છે. તેઓ હું ચૂંટણી લડું તે માટે તૈયાર નહોતા છતાં મે તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યારાબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી હતી. જેથી પરિવાર બચાવવા માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. મારે કોઈ કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરોના ગદ્દાર કે વફાદારીના લેબલની જરૂર નથી. મને ગદ્દાર કહેતા પહેલાં ખુદમાં ઝાંખી લેવું જોઈએ.

પિતાની સ્થિતિ જોઈને નિર્ણય લેવા મજબૂર બન્યો
રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, પાર્ટીના આદેશ બાદ મેં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. મારા પિતા આજે ICUમાં છે. તેઓ હું ચૂંટણી લડું તે માટે તૈયાર નહોતા છતાં મે તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હું આ વર્ષે દેશમાં સૌથી આદર્શ રીતે ચૂંટણી લડવા ઇચ્છતો હતો. મને જાણ છે કે મારી સીટ અઘરી છે, છતાં મારી ચૂંટણી લડવાની ઈચ્છા હતી. મેં ગઈકાલે તો મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સુધીની તારીખ નક્કી કરી હતી. ત્યારબાદ વિસ્તારમાં કાર્યક્રમ માટેની પણ તૈયારી કરી હતી. મારા પિતા મને પણ ચૂંટણી નહીં લડવા જણાવતા હતા. મે એમને વારંવાર રજૂઆત કરી હતી. હું મારા પિતાની સ્થિતિ જોઈને નિર્ણય લેવા મજબૂર બન્યો છું. મારા પિતાએ અચાનક રાજીનામું આપી દીધું તે અંગે પણ તેમણે મારી સાથે કોઈ વાતચીત કરી નથી.

પાર્ટી માટે વફાદારીનો પ્રશ્ન કરનાર સામે ગુપ્તા લાલ
વધુમાં રોહન ગુપ્તાએ જણાવ્યું કે, મારા રાજીનામા બાદ પક્ષના કેટલાક લોકો ગદ્દારીનું લેબલ આપી રહ્યા છે. તેમને હું ચેતવુ છું કે મને ગદ્દારીના મેસેજ કરવાનો વિચાર ના કરવો અને કોઈએ મને વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. જે લોકો બોલે છે એ પોતાનો ઇતિહાસ અને પાર્ટી માટે શું કરે છે તે વિચારી લે. મારા પરિવારને બચાવવા માટેનો મારો નિર્ણય છે. પાર્ટી માટે મારી વફાદારીનો તમે પ્રશ્ન કરનાર પહેલા પોતાનામાં ઝાંખી લો. પાર્ટીના જ કેટલાક લોકોએ મારા પિતાને હું ચૂંટણી ના લડું તે માટે સમજાવ્યા હતા અને તેના કારણે જ મારા પિતા હું ચૂંટણી લડું તે માટે તૈયાર નહોતા. ઘણી વખત એવું બન્યું હોય કે આક્ષેપો થયા પણ હું ક્યારેય બોલ્યો નથી. મારી વિનમ્રતાને મારી કમજોરી ના સમજો.

આ પણ વાંચોઃભાજપ-કોંગ્રેસમાં મામલો બિચક્યોઃ ગુજરાતમાં લોકસભાની બે બેઠક પર નવાજૂનીના એંધાણ

Back to top button