મુસાફરી કરતા પહેલા, ટિકિટ કરી લેજો ચેક આ રૂટની ટ્રેન રહેશે બંધ
- 7થી 15 જુલાઈ સુધી ટ્રેન રદ કરાઈ
- રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્કની સુવિધા
ચોમાસુ પોતાની હાજરી દેશ ભરમાં નોંધાવી રહ્યું છે. દેશમાં ભારે વરસાદની એવી સ્થિતી સર્જાઈ રહી છે કે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના, ઘર ધરાશયી થવાના દ્રશ્યો જોવા મળે છે. વરસાદના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ફક્ત ઘર જ નહી પણ મુસાફરી કરતા લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી ભરાઈ જતા ટ્રેન સેવાઓ હાલ પુરતી રદ કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં શનિવારથી ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રેક પર પાણી ભરાવાને કારણે 600થી વધુ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમજ 500 પેસેન્જર ટ્રેનની સેવાઓ પ્રભાવિત થઈ છે.
આ તારીખ સુધી રહેશે ટ્રેન બંધ
કેટલીક જગ્યામાં પાણી ભરાઈ જતા આખાને આખા રેલવે (Indian Railway) ટ્રેક જ ધોવાઈ ગયા છે. તેના લીધે 7 થી 15 જુલાઈ સુધી 300થી વધુ મેલ, એક્સપ્રેસ ટ્રેન અને 406 પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે.
ભારતીય રેલ્વે ઇન્ડિયાની જાન
એક અહેવાલ મુજબ 2020 માં, ભારતીય રેલ્વેએ 808.6 કરોડ (8.086 અબજ) મુસાફરોનું વહન કર્યું હતું અને 2022 માં, રેલ્વેએ 1418.1 મિલિયન ટન નૂરનું પરિવહન કર્યું હતું.તે દરરોજ 13,169 પેસેન્જર ટ્રેનો દોડે છે.
રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્કની સુવિધા
મુસાફરોની મદદ માટે મોટા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જે અનુસાર પ્રવાસીઓને ટિકિટ અંગેની માહિતી અને રિફંડ આપવા માટે ઉત્તર રેલવેમાં વિવિધ સ્થળોએ નિયમિતની સાથે વધારાના કાઉન્ટર શરૂ કર્યા છે.
આ પણ વાંચો :ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ, રાજ્ય સરકાર કરશે કાર્યવાહી