ટ્રેન્ડિંગસ્પોર્ટસ

World Cup 2023 પહેલા ટીમ ઇન્ડિયાની 4 ટીમ સાથે ટક્કર

Text To Speech

ODI World Cup 2023 : ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ટીમ ઇન્ડિયાના આ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેશે.ત્યારે આ શેડ્યુલમાં વિવિધ મહામુકાબલા જોવા મળશે.

કુલ 4 ટીમો સાથે થશે ભારતીય ટીમની ટક્કર

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાવાની છે અને તે જ સમયે, ટીમ ઇન્ડિયા તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાશે. એશિયા કપની સાથે સાથે તે ચાર ટીમો સાથે શ્રેણી રમશે. ટીમ ઈન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે.

વેસ્ટ ઈન્ડિઝ સાથે સાથે પણ રમશે

ટીમ ઈન્ડિયા જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે. ત્યાર બાદ જ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ પછી, આ જ મહિનામાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે 3-3 વનડેની શ્રેણી રમાશે.

આયર્લેન્ડ સાથે મેચની વિગત

ઓગસ્ટમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ આયર્લેન્ડ સામે મેચ રમશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 18 ઓગસ્ટે પ્રથમ T20 મેચ રમાશે. આ પછી સીરીઝની બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે. શ્રેણીની ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે.

ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એશિયા કપ 2023માં પણ રમશે

ટીમ ઇન્ડિયા સપ્ટેમ્બરમાં એશિયા કપ ઉપરાંત ઓક્ટોબરમાં વર્લ્ડ કપ શરૂ થશે. તેથી રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ વર્લ્ડ કપ પહેલા ખૂબ જ વ્યસ્ત રહેશે.

ક્રિકેટના ચાહકો જોઈ રહ્યા આતુરતાથી રાહ

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પછી 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે આ વખતે ટીમ ઈન્ડિયાની પાંચ મેચ રવિવારે રમાશે. ભારતીય ટીમ રવિવારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચો 8, 15, 22, 29 ઓક્ટોબર અને 5 નવેમ્બરે રમાશે.

આ પણ વાંચો : વર્લ્ડ કપ 2023: શું પાકિસ્તાન ભારતમાં રમવા આવશે?

Back to top button