

- માર્ચ 2024 સુધીમાં 16 મેચ રમશે ભારત
- ભારત પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને આઠ T20 મેચ રમશે
- ગુજરાતમાં માત્ર રાજકોટને ટેસ્ટ અને વનડે મેચ મળ્યા
BCCIએ 2023-24 સીઝન માટે ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. પોતાના દેશમાં ODI વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ વનડે સીરીઝ રમશે. વર્લ્ડકપની તૈયારીના સંદર્ભમાં બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ટીમ ઈન્ડિયા પોતાની હોમ સીઝનમાં કુલ 16 ઈન્ટરનેશનલ મેચ રમશે જેમાં પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને આઠ ટી20 મેચ સામેલ છે.
વનડે મેચ, T20 મેચ અને ટેસ્ટ મેચ મળી 16 મેચ રમશે
વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચ રમાશે. વર્લ્ડ કપ પછી, બંને ટીમો પાંચ T20 મેચ રમશે. T20I શ્રેણી વિઝાગમાં 23 નવેમ્બરથી શરૂ થશે અને 3 ડિસેમ્બરે હૈદરાબાદમાં સમાપ્ત થશે. જાન્યુઆરીની શરૂઆતમાં, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રના ભાગરૂપે ભારત ઈંગ્લેન્ડ સાથે પાંચ ટેસ્ટ મેચ રમશે. આ મેચો હૈદરાબાદ, વિઝાગ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં યોજાશે. ટેસ્ટ શ્રેણી 25 જાન્યુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમ 2024 T20 વર્લ્ડ કપની તૈયારીઓ પર પણ નજર રાખી રહી છે. આ કારણે ટીમ ઈન્ડિયા જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે.
સિઝન 2023-24માં ભારતીય ટીમનું શેડ્યૂલ
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી
પ્રથમ ODI: 22 સપ્ટેમ્બર, બપોરે 1:30 વાગ્યે, મોહાલી
બીજી ODI: 24 સપ્ટેમ્બર, બપોરે 1:30 કલાકે, ઈન્દોર
ત્રીજી ODI: 27 સપ્ટેમ્બર, બપોરે 1:30 વાગ્યે, રાજકોટ
ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી
1લી T20: 23 નવેમ્બર, સાંજે 7:00 વાગ્યે, વિઝાગ
2જી T20: 26 નવેમ્બર, સાંજે 7:00 કલાકે, તિરુવનંતપુરમ
ત્રીજી T20: 28 નવેમ્બર, સાંજે 7:00 વાગ્યે, ગુવાહાટી
ચોથી T20: 1 ડિસેમ્બર, સાંજે 7:00 વાગ્યે, નાગપુર
પાંચમી T20: 3 ડિસેમ્બર, સાંજે 7:00 કલાકે, હૈદરાબાદ
અફઘાનિસ્તાન સામે ટી20 શ્રેણી
1લી T20: 11 જાન્યુઆરી, મોહાલી
બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર
ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી
1લી ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટઃ 2-6 ફેબ્રુઆરી, વિઝાગ
ત્રીજી ટેસ્ટઃ 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટઃ 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટઃ 7-11 માર્ચ, ધર્મશાલા