ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલાં હાર્દિક અને કોહલીએ બનાવી Reels

Text To Speech

ટી-20 વર્લ્ડ કપ પહેલા ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે પંજાબના મોહાલીમાં રમાશે. બંને ટીમો મોહાલી પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે ટીમના ખેલાડીની મસ્તી ચાલુ છે, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રવિવારે સાંજે વિરાટ કોહલી સાથે ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો છે.

આ બંને ખેલાડીઓ પ્રેક્ટિસમાંથી સમય કાઢીને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ બનાવેલા આ વીડિયોમાં બંને ખેલાડીઓ ચશ્મા પહેરીને ઉભા છે. આ દરમિયાન વિરાટ અને હાર્દિક એક બીજા સામે જુએ છે અને પછી ડાન્સ શરુ કરે છે. મ્યુઝિકના રિધમ પર બંને ખેલાડી ડાન્સ સ્ટેપ કરે છે. ત્યાર બાદ વિરાટ હસવા લાગે છે.

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ આ ડાન્સ સ્ટેપ્સ કર્યા અને બધાનું દિલ જીતી લીધું છે. બંનેના આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબર પર રહ્યો હતો.

Back to top button