ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા મિશન લોટસ સક્સેસ, વિપક્ષ નેતાઓની કમલમમાં લાઇનો લાગશે!

  • અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં
  • અર્જુન ખાટરીયા સાથે જિ.પં.ના 3 સભ્યો પણ જોડાશે
  • વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા મિશન લોટસ સક્સેસ, વિપક્ષ નેતાઓની કમલમમાં લાઇનો લાગશે! તેમાં રાજકોટ જિ.પં.ના વિપક્ષના પૂર્વ નેતા 12 વાગ્યે સી.આર.પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. તેમજ અર્જુન ખાટરીયા સાથે જિ.પં.ના 3 સભ્યો પણ જોડાશે. તથા વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે અને ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા, વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો

ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં

ઉલ્લેખનીય છે કે ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં જોડાશે. 1 હજાર કાર્યકરો સાથે અર્જુન ખાટરીયા ભાજપમાં જોડાશે. તેમજ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના હોદ્દેદારો જોડાશે. તથા કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. તેમજ ટુંક સમયમાં ધર્મેન્દ્રસિંહ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાશે. વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. જેમાં માહિતી છે કે ધર્મેન્દ્રસિંહ સાથે 3થી વધુ MLA રાજીનામા આપશે.

આ પણ વાંચો: ગુજરાત: આતંકવાદી, દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા કચ્છના ટાપુ મામલે લેવાયો મોટો નિર્ણય 

અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં

અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોના નામો ચર્ચામાં રહેતા હતા, તે કતારમાં હવે અપક્ષ ધારાસભ્ય પણ આવ્યાં છે. અહીં પણ વાત ભાજપના ઓપરેશન લોટસ સાથે જોડાયેલી જ છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાશે. તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. ઉત્તરાયણ બાદ વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા વહેતી થઈ છે. ઉલ્લેખનીય છેકે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તો અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. આ એજ બેઠક છે જ્યાંથી સળંગ છ ટર્મ સુધી મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ચૂંટાતા હતાં.

Back to top button