ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મેચ પહેલાં પોલીસને મળી ધમકી

Text To Speech
  • આજે બુધવારે (15 નવેમ્બર) મુંબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલાં પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો છે.

મુંબઈ: ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલની પ્રથમ મેચ આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પરંતુ તે પહેલા મેચને નિશાન બનાવવામાં આવશે તેવી ધમકી મળી છે.

મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘મેચ દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે’. આ પ્રકારની ધમકી મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિએ ટ્વિટર દ્વારા આપી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી છે.

ધમકી આપનાર વ્યક્તિએ સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર મુંબઈ પોલીસને બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓના ફોટા સાથે ટેગ કર્યા છે. આ સિવાય મેચ દરમિયાન અમે આગ લગાવીશું તેવા મેસેજ સાથે એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

શું કહ્યું મુંબઈ પોલીસે?

મુંબઈ પોલીસે ધમકી ભર્યા મેસની માહિતી આપતા કહ્યું કે, ‘એક અજાણ્યા વ્યક્તિએ X (અગાઉનું ટ્વિટર) પર મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશો પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચે એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે’. આ ધમકી ભર્યા મેસેજને ધ્યાને લઈને પોલીસે સ્ટેડિયમના વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: IND vs NZ: વર્લ્ડ કપમાં ભારત હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય હાર્યું નથી, આજે શું થશે ?

Back to top button