ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે વડોદરામાં ટિકિટ બાબતે પત્તા ખોલ્યા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાશે તેવા એંધાણ થયા છે. જેમાં વિવિધ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. એવામાં હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં ‘કમો’ છવાયો

25 ટકા ચહેરા નવા હશે તેવી માહિતી સામે આવી

ઉલ્લેખનીય છે કે ભાજપ મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષના કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાતમાં આવી રહ્યાં છે. ત્યારે 6 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં મધ્ય ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરીછે. તેમાં અમિત શાહે વડોદરામા પત્તા ખોલ્યા છે. જેમાં 25 ટકા ચહેરા નવા હશે તેવી માહિતી સામે આવી છે.

માંડ 28થી 45 સુધીની જ ટિકિટો કપાશે

ગુજરાત ભાજપ અને તેના ચૂંટણીની કમાન સંભાળનાર અમિત શાહ આજે વડોદરામા હતા. જ્યા પત્રકારો સાથેની વાતચીતમા તેમણે વિધાનસભા ચૂંટણીમા 25 ટકા નવા ચહેરા ઉતારવાનુ કહ્યુ છે. તેનો મતલબ ભાજપમા 182 ઉમેદવારોમાંથી માત્ર 45 જ ઉમેદવારો નવા હશે. એક રીતે હાલમા ભાજપના 112 ધારાસભ્ય છે તેમાંથી માંડ 28થી 45 સુધીની જ ટિકિટો કપાશે.

આ પણ વાંચો: સુરત: ભાજપ ધારાસભ્ય વિરુદ્ધમાં મરાઠીમાં લાગ્યા બેનર, પાટીલને આપી ચેતવણી

મોટાપાયે ધારાસભ્યો બદલાશે

મિડિયાએ ભારતમા જેમને ભાજપના ચાણ્યક તરીકે વારંવાર નવાજ્યા છે એ અમિત શાહ ગુજરાતમા પોતાની હોમપીચ પર સ્પષ્ટ સંકેત આપતા જેમણે 80 ટકા કે પછી મોટાપાયે ધારાસભ્યો બદલાશે- ટિકિટ કપાશે એવી અગમવાણી કરી હતી એમની હાલ હવા નિકળી ગઈ છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ આજે મધ્યગુજરાતના નેતાઓ સાથે વડોદરામાં બેઠક કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ વડોદરામાં મધ્ય ગુજરાતના ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Back to top button