T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ફાઈનલ પહેલાં જાણો બંને ટીમની શું છે સ્થિતિ ? મેચમાં વરસાદ શું વિલન બનશે ?

T20 વર્લ્ડ કપ 2022 હવે તેનાં અંત તરફ આગળ વધી રહ્યો છે. રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022  ફાઈનલ મેચ રમાશે અને આ 2 ટીમોમાંથી જે ટીમ જીતશે, તે વિશ્વ વિજેતા કહેવાશે. બંને ટીમોએ સેમિફાઈનલમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. પરંતુ, જે રીતે ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. તે જોતા ફાઈનલમાં પણ જોસ બટલરની ટીમનો દબદબો જોવા મળી શકે છે. પાકિસ્તાનનો પેસ આક્રમણ સારો છે, પરંતુ ઈંગ્લેન્ડ પાસે અંત સુધી બેટિંગ કરી શકે તેવા, ખેલાડીઓ છે. ઈંગ્લેન્ડની ટીમમાં ક્રિસ વોક્સ 9મા ક્રમે બેટિંગ કરે છે, જે એક સારો ઓલરાઉન્ડર છે. બીજી તરફ  ક્રિસ જોર્ડન 10માં નંબર પર અને આદિલ રાશિદ 11માં નંબર પર પણ બેટિંગ કરી શકે છે. તેથી ઈંગ્લેન્ડ પાસે બેટિંગ અને બોલિંગ બંને સારા પ્રમાણમાં છે. તેથી, એવું કહી શકાય કે ઈંગ્લેન્ડ પાસે એવી બેટિંગ છે, જે કોઈપણ બોલિંગ આક્રમણનો સામનો કરી શકે છે.

આ પણ વાંચો : ઈંગ્લેન્ડ સામેની હાર માટે રોહિત શર્માએ આપ્યું નિવેદન : કહ્યું- હાર માટે આ હતું મુખ્ય કારણ…..!

પાકિસ્તાન પર હાવી છે ટીમ ઇંગ્લેન્ડે

બીજી તરફ પાકિસ્તાનની ટીમમાં 7 બેટ્સમેન છે. ઈંગ્લેન્ડ પાસે આઉટ કરવા માટે 7 વિવિધ પ્રકારના બોલરો છે. ટી20માં બન્ને ટીમો 28 વખત એકબીજા સામે ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે. કેમ કે ઇંગ્લેન્ડે 28માંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 10 મેચોમાં જીત મળી છે. આથી કહી શકાય કે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આવતીકાલે ઇંગ્લેન્ડ જીત માટે લગભગ ટૉપ પર છે, એટલે કે ફરી એકવાર ઇંગ્લિશ ટીમ ટી20 ચેમ્પીયન બની શકે છે.

બન્ને ટીમો વચ્ચે થઈ શકે છે કાંટાની ટક્કર

બન્ને ટીમો એકબીજા સામે અનેકવાર 200+ રન બનાવી ચૂકી છે અને સર્વોચ્ચ સ્કૉરનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને જુલાઇ, 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટો ગુમાવીને 232 રન ફટકાર્યા હતા. બીજી તરફ ન્યૂનત્તમ સ્કૉરની વાત કરવામાં આવે તો પાકિસ્તાની ટીમ ઇંગ્લેન્ડ સામે માત્ર 89 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બાબર આઝમ લીડ સ્કૉરર છે. તેને 15 મેચોમાં 560 રન ફટકાર્યા છે. બાબર આઝમે ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા રમાયેલી ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 બૉલ પર 110 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. ત્યાંજ પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી છે. પાકિસ્તન સામે વિકેટની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના બૉલર ટૉપ પર છે. પૂર્વ સ્પીનર ગ્રીમ સ્વાન અને હાલના આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ 17-17 વિકેટો ઝડપી છે.  ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી 28 માંથી 18 મેચો રમી છે. તેથી આદિલ રશિદને પાકિસ્તાન સામે રમવાનો ઘણો સારો અનુભવ છે.

WC Final - Hum Dekhenge News
WC Final 2022

જો વરસાદનાં લીધે ફાઈનલ નહીં થાય તો શું થશે?

T20 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાવાની છે, પરંતુ આ મેચ પર વરસાદનો ખતરો છે. ઓસ્ટ્રેલિયન વેધર ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ અનુસાર, રવિવારે મેલબોર્નમાં 100% અને રિઝર્વ ડે સોમવારે 95% વરસાદની સંભાવના છે. પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધી શકે છે. આવી સ્થિતિમાં ICCએ નવી પ્લેઇંગ કંડીશન જારી કરી છે. તેણે રિઝર્વ-ડેનો વધારાનો રમવાનો સમય 2 થી ઘટાડીને 4 કલાક કર્યો છે. જો બંને દિવસે વરસાદની આગાહી સાચી સાબિત થાય છે અને ફાઈનલ રદ કરવામાં આવે છે, તો ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે ટ્રોફી વહેંચવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન અને ઈંગ્લેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

Back to top button