વર્લ્ડ

ચૂંટણી પૂર્વે જ નિક્કી હેલીએ ચીન અને પાકિસ્તાનનું નામ લઈ આપી મોટી ચેતવણી !

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલી જેમણે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. શનિવારે હેલીએ બિડેન વહીવટીતંત્ર દ્વારા વિદેશમાં મોકલવામાં આવતી સહાય ઉપર નિશાન સાધ્યો હતો. તેમણે પોતાના અભિપ્રાયમાં નિર્દેશ કર્યો કે કેવી રીતે યુએસ દર વર્ષે $46 બિલિયન ખર્ચ કરી રહ્યું છે. આ ખર્ચ ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશો માટે કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરીશ.

આ સાથે જ હેલીએ કહ્યું કે, હું સત્તામાં આવીશ તો અમારા દુશ્મનોને આટલું મોટું ભંડોળ પૂરું પાડવાનું સંપૂર્ણપણે બંધ કરી દઈશ.તેમણે કહ્યું કે, અમે બેલારુસને પણ સહાય મોકલીએ છીએ, જે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો નજીકનો મિત્ર છે. અમે સામ્યવાદી દેશ ક્યુબાને પણ સહાય મોકલીએ છીએ, જ્યાં સરકાર અમને આતંકવાદના પ્રાયોજક તરીકે લેબલ કરે છે. હેલીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન અને ઈરાકમાં મદદ મોકલવામાં આવે છે, જ્યાં અમેરિકા પોતાનો વિરોધ નોંધાવે છે.

હાલમાં જ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અમેરિકામાં તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને તેમની એપ્રૂવલ રેટિંગનો અર્થ એ છે કે તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કરતા પણ વધુ છે. આ વધતી લોકપ્રિયતા વચ્ચે હેલીએ અમેરિકાની વર્તમાન બિડેન સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. હેલીએ અમેરિકાની અગાઉની સરકારો અને રાષ્ટ્રપતિઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ માત્ર જો બિડેનની વાત નથી. આવું બંને પક્ષો એટલે કે ડેમોક્રેટ્સ-રિપબ્લિક બંનેના નેતૃત્વમાં દાયકાઓથી થઈ રહ્યું છે. આપણી વિદેશી સહાય નીતિ ભૂતકાળમાં અટવાયેલી છે. તે એક પ્રકારનું ઓટો-પાયલોટ મોડ પર છે.

આ પણ વાંચો : યુક્રેનની મદદ કરનાર પોલેન્ડને ક્રૂડ તેલ આપવાનું રશિયાએ કર્યું બંધ

નિક્કી હેલીએ કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તે અમને નફરત કરતા દેશોને આપવામાં આવતી વિદેશી સહાયમાં ઘટાડો થશે. હેલીએ 14 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે તે 2024 ના રિપબ્લિકન પ્રમુખપદ માટે નોમિનેશન માંગશે. ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નિક્કી હેલી, દક્ષિણ કેરોલિનાના બે વખત ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત છે.

Back to top button