ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓનો પક્ષ પલટો

Text To Speech
  • વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો
  • કોંગ્રેસના ત્રણ મોટા નેતા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા
  • દિગ્ગજ નેતા ચંદનમલ બૈડના પુત્ર ચંદ્રશેખર બૈડની ભાજપમાં એન્ટ્રી 

જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 25 નવેમ્બરે મતદાન થશે. ત્યારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના નેતાઓ પોત-પોતાના પક્ષ બદલી રહ્યા છે. ત્યારે તારાનગરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદનમલ બૈડના પુત્ર ચંદ્રશેખર બૈડ, કોંગ્રેસના જયપુરના પ્રથમ ચૂંટાયેલા મેયર જ્યોતિ ખંડેલવાલ અને અન્ય ઘણા નેતાઓ જયપુરમાં રાજ્ય કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય નંદલાલ પુનિયા અને જોધપુર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ રવિન્દ્રસિંહ ભાટીનો પણ સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું

રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, પ્રદેશ પ્રભારી અરુણ સિંહે કોંગ્રેસના આ નેતાઓનું સ્વાગત કર્યું હતું. બીજેપીના અધિકારીઓએ જ્યોતિ ખંડેલવાલ અને અન્ય લોકોને કેસરી ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.પી.જોષીએ જણાવ્યું હતું કે, “ભાજપ પવન નથી પરંતુ તોફાન છે. લોકોને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે. તેથી જ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેમની પાસે હવે પોતાની કોઈ ગેરંટી નથી, તેમની ગેરંટીનો કોઈ અર્થ નથી. ગેરંટી મોદી સરકારની છે જે અશક્યને શક્ય બનાવે છે.”

ચૂંટણી પહેલા અનેક નેતાઓએ કર્યો પક્ષ પલટો

રાજ્યમાં ભાજપમાં જોડાઈ જવાનો પ્રવાસ ચાલી રહ્યો છે. જેમાં શનિવારે અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓમાં પૂર્વ ધારાસભ્ય સીએસ વૈદ્ય, નંદલાલ પુનિયા, ડૉ. હરિ સિંહ, સંવરમલ મહારિયા, સોમેન્દ્ર સિંહ, ભૂતપૂર્વ IPS કેસર સિંહ શેખાવત, ભૂતપૂર્વ IPS ભીમ સિંહ અને વિદ્યાર્થી નેતા રવિન્દ્ર ભાટીનો સમાવેશ થાય છે. જયપુર ખાતેના કાર્યક્રમમાં રાજ્ય પ્રભારી અરુણ સિંહે દરેકને પાર્ટીની સદસ્યતા અપાવી હતી.

આ પણ જાણો :મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ટિકિટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ

Back to top button