ચૂંટણી જાહેર થાય તે પહેલાં રાજ્ય સરકારે વધુ એક સરકારી કર્મચારીઓને આપી ભેટ
એક તરફ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજ્ય સરકારે કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. સરકારે નિર્ણય લીધો છે કે હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે.
આ પણ વાંચો : ચૂંટણીની જાહેરાત વચ્ચે ભાજપના આ દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં
આ ઉપરાંત GRD જવાનને પ્રતિ દિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા મળશે. 1, નવેમ્બર 2022થી હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે. લાંબા સમયથી હોમગાર્ડ અને જીઆરડી જવાનોની વેતન વધારવા અંગેની માંગણી હતી. જે આખરે પૂર્ણ થઈ છે.
આ પણ વાંચો : રાજ્ય વિધાનસભા ચૂંટણીની આજે બપોરે 12 વાગ્યે થશે જાહેરાત
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેના થકી રાજ્યના હોમગાર્ડ અને જીઆરડી જવાનોને રાહત મળી રહેશે.