અમદાવાદટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

મેટ્રોમાં મુસાફરી કરવી હોય તો ભુલી જાવ મોબાઈલ કનેક્ટિવીટી

Text To Speech

ડિજીટલ તરફ વળી રહેલા ગુજરાતમાં 5G નેટવર્ક ઉભુ કરીને ગુજરાતને અત્યાધુનીક ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવ્યુ છે. તેમજ હવે અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રોની પણ શરુઆત કરવામાં આવી છે. જે મોટ્રોના બે રુટ નક્કી કરવામાં આવ્યા છે. એક વસ્ત્રાલથી લઈને થલતેજ સુધી તેમજ બીજો રુટ મોટેરાથી લઈને એપીએમસી સુધી મેટ્રો ટ્રેનને દોડાવવામાં આવી રહી છે. ત્યારે આ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલ મેટ્રોમાં મુસાફરોને મોબાઈલ નેટવર્કની સમસ્યા સર્જાય રહી છે. મેટ્રોમાં ખાસ કરીને શાહપુર સ્ટેશનથી લઈને કાકરીયા સ્ટેશન સુધી નેટવર્કના અભાવના કારણે લોકોને કનેક્ટિવીટીમાં પ્રોબલમ થઈ રહી છે.

આ પણ વાંચો : નવી શરૂ થયેલી ‘વંદે ભારત ટ્રેન’ને અમદાવાદ નજીક નડ્યો અકસ્માત, જુઓ વિડીયો

રુટ અંડર ગ્રાઉન્ડ હોવાના કારણે નેટવર્કની સમસ્યા

ત્યારે તા. 1 નવેમ્બરના રોજ ગુજરાતમાં પીએમ મોદીએ 5Gની ટેકનોલોજીની શરુઆત કરાવી છે ત્યારે 2023 સુધીમાં અનેક મોટા શહેરોમાં 5Gની સેવા શરુ પણ થઈ જશે. પણ તેમ છત્તા મેટ્રોના અંડર ગ્રાઉન્ડ રુટ પર નેટવર્ક કામ કરતુ ના હોવાથી મુસાફરો મેટ્રોમાં નેટવર્ક કનેક્ટિવીટી મળી શકતી નથી. અમદાવાદમાં શરુ થયેલ મેટ્રોના રુટમાં આવતા શાહપુર સ્ટેશનથી લઈને કાકરીયા ઈસ્ટર્ન સ્ટેશન સુધી પસાર થતા બધા જ રુટ અંડર ગ્રાઉન્ડ છે તેમજ તે બાદ આવતા એપ્રલ પાર્ક સ્ટેશનથી અંડર ગ્રાઉન્ડ ટનલ પુરી થાય છે.

AHMDABAD- HUM DEKHENGE
શાહપુર સ્ટેશનથી લઈને કાકરીયા ઈસ્ટર્ન સ્ટેશન સુધી પસાર થતા બધા જ રુટ અંડર ગ્રાઉન્ડ છે

જે ટનલ પુરી થતા તો કોઈ કનેક્ટિવીટીની સમસ્યા નથી પણ ટનલની અંદર નેટવર્ક કનેક્ટિવીટી લોકોને મળી શકતી નથી અને તેના કારણે ત્યાં નેટવર્કની સમસ્યા સર્જાય રહી છે તેમજ આ રુટ પરના શાહપુર સ્ટેશન, ઘીકાંટા સ્ટેશન, કાલુપુર રેલ્વે સ્ટેશન અને કાકરીયા આ ચાર સ્ટેશન અંડર ગ્રાઉન્ડ બનાવાયા છે જ્યાં, એક ટ્રેન પસાર થયા ગયા પછી બીજી ટ્રેનને આવતા લગભગ 24 થી 25 મીનિટનો સમય લાગે છે ત્યારે આ સમય દરમ્યાન મુસાફરો શું કરે તેનો પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

Ahmedabad Metro Tunnel Hum dekhenge News

કોલ કે મેસેજ પણ રિસીવ કરી શકાતા નથી.

મોબાઈલ નેટવર્કના અભાવના કારણે કોલ કે મેસેજ પણ રિસીવ કરી શકાતા નથી. તેમજ મેટ્રોના બન્ને રુટમાં લગભગ 18 થી 19 કિલો મીટરનું અંતર છે ત્યારે આ સમય દરમ્યાન મુસાફરી કરતા લોકોને નેટવર્ક કનેક્ટિવીટીની પ્રોબલમ થઈ રહી છે. હાલના ડિજીટલ યુગમાં મોબાઈલ નેટવર્ક કનેક્ટીવિટી કેટલી જરુરી છે તે આપણે જાણીએ છે. અને જો નેટવર્ક કનેક્ટીવિટી ના મળે તો કેટલાક ઓનલાઈન થતા કામ પણ અટકી શકે છે.

Ahmedabad Metro Tunnel Hum dekhenge News 01

મેટ્રો ગુજરાતમાં લાવવામાં આવી તે પહેલા દિલ્હી સહિત અનેક શહેરોમાં ઘણા સમથી છે, જ્યાં અંડર ગ્રાઉન્ડ ટનલ હોવા છત્તા નેટવર્ક કનેક્ટિવીટીને લઈને કોઈ સમસ્યા જોવા મળતી નથી. ત્યારે ગુજરાતમાં આ સમસ્યાનો કયારે ઉકેલ આવશે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો: આજથી મેટ્રોનો ઉત્તર-દક્ષિણ કોરિડોર થશે શરુ : વેજલપુર APMC થી મોટેરા રુટ વચ્ચે સેવા શરુ કરાશે

Back to top button