T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

પાકિસ્તાનને રડાવતાં પહેલાં જાણો કેમ રડતો જોવા મળ્યો કેપ્ટન રોહિત, જુઓ વીડિયો

Text To Speech

મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. T20 વર્લ્ડ કપ 2022ની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. મેલબોર્નમાં રમાઈ રહેલી આ મેચ માટે ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ પહેલા બંને દેશોના ખેલાડીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું. આ દરમિયાન રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ભારત Vs પાકિસ્તાન : ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો ‘પ્લાન X’ રહ્યો હતો સફળ, શું હતો એ પ્લાન ?  

રાષ્ટ્રગીત દરમિયાન ભાવુક થયો રોહિત શર્મા

કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ પહેલા, બંને ટીમો પોતપોતાના દેશનું રાષ્ટ્રગીત ગાય છે. આ સંબંધમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત ભાવુક થઈ ગયો હતો. રાષ્ટ્રગીત પછી તેણે આકાશ તરફ જોયું હતું અને તેણે પોતાના ઈમોશનને કાબૂમાં રાખી લીધા હતા. તેના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. તેના પર ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ભારતની ધમાકેદાર શરૂઆત

T20 વર્લ્ડ કપ 2022માં ભારત-પાકિસ્તાનની ટીમો પોતાની પ્રથમ મેચ રમી રહી છે. આ પહેલા પણ બંને ટીમો ઘણી વખત સામસામે આવી ચુકી છે. જો મેલબોર્નમાં રમાઈ રહેલી મેચની વાત કરીએ તો અહીં ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી સારી રહી છે. અર્શદીપ સિંહે ભારત માટે ઘાતક બોલિંગ કરતા બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને આઉટ કર્યા હતા. પાકિસ્તાને પ્રથમ બે વિકેટ માત્ર 15 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. હાલ પાકિસ્તાનનો સ્કોર 10 ઓવર બાદ 2 વિકેટનાં નુકશાને 60 રન છે.

Back to top button