ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાએ ફોટોશૂટ કરાવ્યું, પ્રોફેશનલ લુકમાં જોવા મળ્યા પ્લેયર્સ

Text To Speech

ટી-20 વર્લ્ડ કપ 2022: ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મિશન મેલબર્નને પૂર્ણ કરવા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. BCCIએ એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. BCCI દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં 14 ખેલાડીઓ સહિત કોચ સ્ટાફ ફોર્મલ્સમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે “Picture perfect lets do it.”

15માં ખેલાડી વગર ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના
ટીમ ઈન્ડિયા 15માં ખેલાડી વગર ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે. હજુ સુધી BCCI દ્વારા જસપ્રિત બુમરાહના રિપ્લેસમેન્ટને લઈને કોઈ માહિતી આપી નથી. જોકે, કોચ અને કેપ્ટને નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે તેમની પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે અને તેઓ મોહમ્મદ શમીની ફિટનેસ પર નજર રાખશે.

ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ફોટા BCCIએ ટ્વીટ કર્યા છે. આ સાથે જ કેટલાંક ખેલાડીઓએ પોતાના પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી પણ તસવીરો શેર કરી છે. હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળતા સૂર્યકુમાર યાદવે પણ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

TEAM INDIA
સુર્યા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને દિનેશ કાર્તિક જોવા મળે છે.

સુર્યા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને દિનેશ કાર્તિક જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે નવા પડકારની રાહ નથી જોઈ શકતો. હું ઉત્સાહિત, નર્વસ અને મોટિવેટેડ પણ છું.

TEAM INDIA
વિરાટ કોહલી, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ

વિરાટ કોહલીએ એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં તેની સાથે હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ છે. તેણે લખ્યું છે કે આવનારો સમય ઘણો રોમાંચક રહેવાનો છે.

તો એક તસવીરમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક સાથે જોવા મળ્યા. કાર્તિક છેલ્લી કેટલીક મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તે સફળ ફિનિશરના રૂપમાં જોવા મળે છે. જ્યારે હાર્દિક છેલ્લી મેચ રમ્યો ન હતો, તેને બ્રેક આપવામાં આવ્યો હતો.

TEAM INDIA
તો એક તસવીરમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક સાથે જોવા મળ્યા

અન્ય ટીમ પહેલા ભારતીય ટીમ
ટીમ ઈન્ડિયા બાકીની ટીમો કરતા વહેલી જઈ રહી છે, જ્યાં તે ICC દ્વારા આપવામાં આવેલા બે વોર્મ-અપ મેચો ઉપરાંત બે વધારાની પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયા 17 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વોર્મ-અપ મેચ અને 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે બીજી વોર્મ-અપ મેચ રમશે. કોચ અને કેપ્ટને આ વિશે એમ પણ કહ્યું હતું કે આ વર્લ્ડ કપ ટીમમાં 6-7 ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યા છે, તેથી તેઓ ત્યાં વધુને વધુ સમય પસાર કરવા અને ત્યાંની સ્થિતિ સમજવા માંગે છે.

Back to top button