ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શિયાળામાં ગરમ પાણી પીવો તો ખરા, પરંતુ તેના નુકસાન પણ જાણો

  • ઘણી હેલ્થ સમસ્યાઓ માટે ગરમ પાણી પીવાની સલાહ અપાય છે, પરંતુ શિયાળાની ઋતુમાં વારંવાર અને વધુ ગરમ ​​પાણી પીતા પહેલા જાણી લો તેના નુકસાન

HD ન્યુઝ ડેસ્કઃ ઠંડીની સીઝન શરૂ થવા જઈ રહી છે. ઠંડા પવનની અસરથી બચવા માટે આ સિઝનમાં લોકોની દિનચર્યામાં ઘણા બદલાવ જોવા મળે છે. જો કે, બધામાં એક વસ્તુ ખૂબ જ સામાન્ય છે અને તે છે શિયાળાની ઋતુમાં ગરમ ​​પાણી પીવું. ઠંડા હવામાનમાં જ્યારે શરીર ઠંડા પાણીને સ્પર્શવાથી પણ ડરે છે, ત્યારે મોટાભાગના લોકો પીવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. ગળામાં દુખાવો અથવા અપચો જેવી ઘણી હેલ્થ સમસ્યાઓ માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ શિયાળાની ઋતુમાં દરરોજ, વારંવાર અને વધુ માત્રામાં ગરમ ​​પાણી પીવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. જાણો ગરમ પાણી પીવાની કેટલીક આડઅસરો વિશે.

કિડની પર ખરાબ અસર

વધુ માત્રામાં ગરમ ​​પાણીનું સેવન કિડની માટે સારું નથી. ખરેખર કિડનીને સામાન્ય રીતે ઠંડુ પાણી ફિલ્ટર કરવાની આદત હોય છે. શિયાળામાં જ્યારે તમે અચાનક ગરમ પાણી વધુ માત્રામાં પીવાનું શરૂ કરો છો, તો તેની કિડની પર તેની ખરાબ અસર પડી શકે છે. કિડનીને વધારે ગરમ પાણી ફિલ્ટર કરવામાં મુશ્કેલી પડે છે, જે તેમની કાર્યક્ષમતાને અસર કરે છે. તેથી વધુ ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ. જો તમે શિયાળાની ઋતુમાં ઠંડુ પાણી પી શકતા નથી, તો તમે હૂંફાળું પાણી પી શકો છો.

ગરમ પાણી પીતા પહેલા જાણી લો તેના નુકસાન, ખોટી રીતે પીવું એટલે બીમારીને આમંત્રણ hum dekhenge news

બળતરાની સમસ્યા

વધુ પડતું ગરમ ​​પાણી પીવાથી ગળા અને પેટમાં બળતરા થઈ શકે છે. આ સિવાય ખૂબ ગરમ પાણી પીવાથી પણ મોં અને ગળામાં ચાંદા પડી શકે છે. તેથી, આ બધી સમસ્યાઓથી બચવા માટે, હંમેશા હુંફાળું પાણી પીવો અને ઓછું ગરમ ​​પાણી પીવાનો પ્રયાસ કરો.

ડિહાઈડ્રેશન

શિયાળાની ઋતુમાં વારંવાર ખૂબ ગરમ પાણી પીવાથી પણ ડિહાઈડ્રેશન થઈ શકે છે. આના બે કારણો છે. એક તો જ્યારે આપણે ઠંડુ પાણી પીતા હોઈએ છીએ, ત્યારે આપણે એક સાથે વધુ પાણી પીએ છીએ, પરંતુ ગરમ પાણી એકસાથે મોટી માત્રામાં પી શકાય નહીં. બીજું ગરમ પાણી પીવાથી ઉત્પન્ન થતા પરસેવાના કારણે શરીરમાં પ્રવાહીની ઉણપ થાય છે, જેના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

પાચન તંત્ર માટે સમસ્યા

સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવું પાચનતંત્ર માટે ફાયદાકારક છે, પરંતુ શિયાળાની ઋતુમાં વારંવાર ખૂબ ગરમ પાણી પીવાથી પાચનતંત્રને પણ નુકસાન થાય છે. હકીકતમાં જ્યારે શિયાળાની ઋતુમાં ગરમ ​​પાણી વધુ માત્રામાં પીવામાં આવે છે, ત્યારે ઈન્ટરનલ ટિશ્યુઝ પર નકારાત્મક અસર પડે છે. આ સિવાય તે એસિડિટીની સમસ્યા પણ પેદા કરી શકે છે અને બાદમાં ધીરે ધીરે અલ્સરની સમસ્યા પણ થઈ શકે છે.

શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ શકે છે

વધુ પડતું ગરમ ​​પાણી પીવાથી શરીરમાં મિનરલ ઈમબેલેન્સની સમસ્યા પણ થઈ શકે છે. વધુ માત્રામાં ગરમ ​​પાણી પીવાથી વધુ પડતો પરસેવો થાય છે અને તેના કારણે શરીરમાં પ્રવાહીની ઉણપ થાય છે એટલું જ નહીં શરીરના જરૂરી મિનરલ્સ પણ પરસેવાના રૂપમાં બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં વધુ સારું રહેશે કે તમે શિયાળામાં માત્ર નવશેકું પાણી પીવો.

આ પણ વાંચોઃ દેશમાં 50 ટકા લોકોને ખબર જ નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે, આવા લક્ષણ જોવા મળે તો થઈ જાવ એલર્ટ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

Back to top button