દિવાળી પહેલા આ રાશિઓ થશે માલામાલઃ 140 દિવસ બાદ શનિ માર્ગી


- આવનારા સમયમાં નવેમ્બરના મહિનામાં શનિ પોતાની ચાલ બદલશે, તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. માર્ગી થતા શનિ દેવ ઘણી રાશિઓ માટે સારા સમાચાર લાવશે
કર્મોના દેવતા શનિ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સુખ જ સુખ જોવા મળે છે. એવી વ્યક્તિ રાજાની સમાન જીવન જીવે છે. શનિ દેવની ખરાબ નજર જીવનમાં કષ્ટનું કારણ બની શકે છે. અન્ય ગ્રહોની સરખામણીમાં શનિ જેવ અત્યંત ધીમી ચાલ ચાલે છે, આવનારા નવેમ્બર મહિનાથી શનિ પોતાની ચાલ બદલશે. તેનો પ્રભાવ ઘણી રાશિઓ પર પડશે. 4 નવેમ્બરે શનિ દેવ કુંભ રાશિમાં સીધી ચાલમાં ગોચર કરશે. જાણીએ શનિ કઇ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે.
મેષ રાશિ
શનિ દેવની સીધી ચાલ મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દિવાળી પહેલા તમને ભાગ્યનો સાથ મળશે. કોઇ પણ નવા કાર્યને શરૂ કરવા માટે અત્યંત શુભ સમય માનવામાં આવે છે. વેપારના ક્ષેત્રમાં તમે વિસ્તાર કરવા અંગે વિચારી શકો છો. નોકરિયાત લોકોને બૉસ પાસેથી સારા સમાચાર મળી શકે છે. મેષ રાશિના લોકોનું આરોગ્ય પણ સારું રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શનિની માર્ગી ચાલ અત્યંત લાભકારી માનવામાં આવે છે. તમારા પ્રેમસંબંધમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. બિઝનેસમાં પાર્ટનરનો ભરપૂર સહયોગ મળશે. તમે હેલ્ધી રહેશો. પૂજા-પાઠમાં મન લગાવવાથી માનસિક તણાવથી રાહત મળશે અને તમારા જીવનમાં ધનનું આગમન થશે.
ધન રાશિ
શનિ દેવની માર્ગી ચાલ ધન રાશિના લોકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. બિઝનેસ કે નોકરીમાં તમને તમારા પદ સાથે જોડાયેલી કેટલીક મોટી જવાબદારીઓ મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનો માહોલ રહેશે. આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો દૂર થશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે.
આ પણ વાંચોઃ નવરાત્રિ 2023: ગ્રહણ પૂર્ણ થયાના થોડા કલાકોમાં થશે કળશ સ્થાપના