ટ્રેન્ડિંગધર્મ

દિવાળી પહેલા સૂર્ય ગોચરથી ત્રણ રાશિઓ થશે માલામાલ, વરસશે પૈસા

Text To Speech
  • દિવાળી પહેલા સૂર્ય ગ્રહના આ રાશિ પરિવર્તન અથવા ગોચરની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, જેમાંથી 5 રાશિઓને તે સારાં પરિણામ આપશે

HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલે છે. આ શ્રેણીમાં ગ્રહોના રાજા સૂર્યદેવ પણ 17 ઓક્ટોબરે સવારે 7.52 કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય તુલા રાશિમાં પ્રવેશતાની સાથે જ તે નબળી સ્થિતિમાં આવી જશે. દિવાળી પહેલા સૂર્ય ગ્રહના આ રાશિ પરિવર્તન અથવા ગોચરની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, જેમાંથી 5 રાશિઓને તે સારાં પરિણામ આપશે. જાણો કઈ પાંચ રાશિને સૂર્ય ગોચરથી લાભ થશે

મેષ (અ,લ,ઈ)

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. કરિયરમાં ઉન્નતિની નવી તકો મળશે. તેમજ વેપાર કરતા લોકોને નવા સોદા અને બમણો નફો મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે.

વૃષભ (બ,વ,ઉ)

વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર શુભ રહેશે. આ લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિની નવી તકો મળશે. નોકરી કરતા લોકો માટે આ સારો સમય છે, તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે. આ સિવાય લવ લાઈફની સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનસાથી સાથે પ્રેમ વધશે.

દિવાળી પહેલા સૂર્ય ગોચરથી ત્રણ રાશિઓ થશે માલામાલ, વરસશે પૈસા hum dekhenge news

કન્યા (પ,ઠ,ણ)

કન્યા રાશિના જાતકોને સૂર્યના તુલા રાશિમાં પ્રવેશથી સારો એવો લાભ થશે. આ લોકોને તેમના કરિયરમાં નવી તકો મળશે. નોકરી શોધી રહેલા લોકોને તેમની પસંદગીની નોકરી મળી શકે છે. વેપારમાં લાભની તકો વધશે. પારિવારિક સંબંધોમાં ઊંડાણ આવશે અને મન પ્રસન્ન રહેશે.

તુલા (ર,ત)

સૂર્યનું રાશિ પરિવર્તન તુલા રાશિમાં થઈ રહ્યું છે. તે તુલા રાશિના લોકો માટે સારો સમય લાવશે. નોકરીયાત લોકોને પ્રમોશનની તક મળશે. તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપારમાં નવા સોદા મળવાની પ્રબળ સંભાવના છે. પૈસાના રોકાણ માટે આ સમય સાનુકૂળ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

સૂર્યનું રાશિ પરિવર્તન કુંભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ લોકોને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે. વેપારનું વિસ્તરણ થઈ શકે છે. પૈસાના રોકાણથી સારો નફો મળવાની પ્રબળ સંભાવના છે. માનસિક સ્થિતિમાં સુધારો થશે. જૂના રોગથી રાહત મળશે

આ પણ વાંચોઃ નવરાત્રી બાદ નીચનો થશે સૂર્ય, જાણો જનમાનસ પર તેની શું અસર થશે?

Back to top button