ગુજરાતટોપ ન્યૂઝ

દિવાળી પહેલા 5 હજારથી વધુ તલાટી – કલાર્કને અપાશે નિમણુંક

Text To Speech
  • અમદાવાદ અથવા ગાંધીનગરમાં યોજાશે રાજય કક્ષાનો કાર્યક્રમ
  • 3437 તલાટી અને 1181 કલાર્કને નિમણૂક આપશે
  • સફળ ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને પ્રમાણપત્ર ચકાસણી પ્રક્રિયા ચાલુ

રાજયના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક મળી જશે. સરકાર ગાંધીનગર અથવા અમદાવાદમાં રાજય કક્ષાનો કાર્યક્રમ યોજી ઉર્તિણ ઉમેદવારોને નિમણુક પત્ર આપવા આગળ વધી રહ્યાનો નિર્દેષ સરકારી સૂત્રો આપે છે. આ કાર્યક્રમ દિવાળી પહેલા જ થઇ જાય તેવા પ્રયાસો છે. નવી નિમણુકોથી ગ્રામીણ ક્ષેત્રે તલાટી અને કારકૂનને લગતી કામગીરીમાં વેગ આવશે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સરળતા રહેશે.

મેરિટના ધોરણે ફરજનું ગામ કે સ્‍થળ થશે નકકી

રાજયમાં 3437 તલાટી કમ મંત્રી અને 1181 જુનીયર કલાર્કની જગ્‍યા ભરવા માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લેવામાં આવેલ. જેમાં લાભો ઉમેદવારો હતાં. ગુણવતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પસંદગી બોર્ડ દ્વારા તલાટીઓને જિલ્લા પંચાયત તંત્રને પ્રમાણપત્રની ચકાસણી કરી નિમણુક પત્ર તૈયાર કરવા સૂચના અપાયેલ છે. જિલ્લા વિકાસ અધિકારી મેરીટના ધોરણે અથવા અન્‍ય રીતે ઉમેદવારની ફરજનું ગામ કે સ્‍થળ નકકી કરી શકે છે. બધા ઉમેદવારોને રાજય કક્ષાએથી એક સાથે નિમણુક પત્ર આપવાની તૈયારી થઇ રહી છે.

Back to top button