પાર્ટનર સાથે ચીટિંગ કરતા પહેલા જાણો એકસ્ટ્રા મેરિટલ અફેરનો અંજામ
લગ્ન એ વિશ્વાસ પર ટકેલો સંબંધ છે. આ બંધનને જાળવવા માટે, બંને વ્યક્તિઓએ દરરોજ પ્રયત્નો કરવા પડે છે. સંબંધોની જવાબદારીઓ અને સમસ્યાઓ બંનેએ સાથે મળીને નિભાવવાની હોય છે, પરંતુ બહુ ઓછા લોકો આ વાતને સમજી શકે છે. આજ કારણે આજકાલ એક્સ્ટ્રા મેરિટલ અફેરના કિસ્સાઓ વધી રહ્યા છે
આજના સમયમાં પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કરવી અને એકસ્ટ્રા મેરિટલ અફેર રાખવુ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. લોકો પોતાના આનંદ માટે પોતાની અનુકૂળતા મુજબ પાર્ટનરનો વિશ્વાસ એક ક્ષણમાં તોડી નાખે છે. તેઓ કોઇ વ્યક્તિને એકલા છોડતી વખતે કોઇ જ વસ્તુ વિચારતા નથી. જે સંબંધોને જાળવી રાખવાની જવાબદારી પોતાની હોય છે, તેને છોડતા કે તોડતા લોકો વિચારતા નથી. જોકે તે વ્યક્તિ પછી આવતા પરિણામોને ભુલી જાય છે. લગ્ન બાદના સંબંધો જેને એકસ્ટ્રા મેરિટલ અફેર તરીકે ઓળખવામાં આવે છે તેનું કોઇ ભવિષ્ય હોતુ નથી. જાણો તેના પરિણામો વિશે.
વિશ્વાસ તુટી જાય છે
વિશ્વાસઘાત કાયમ માટેનો તમારો વિશ્વાસ તોડી નાખે છે. તેને પાછો મેળવવો કદાચ અશક્ય છે. આવી સ્થિતિમાં, તમારા જીવનસાથી સાથે છેતરપિંડી કર્યા પછી, તેની સાથે પહેલાની જેમ બધું સારું થવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જો તે સાથે રહેવા માટે તૈયાર હોય તો પણ તેના હૃદયમાંથી સંબંધનું મહત્વ સંપૂર્ણપણે જતું રહે છે.
લાગણીઓના તાર ગૂંચવાઈ જાય છે
જે વ્યક્તિ છેતરપિંડી કરે છે તે ક્યારેય શાંતિથી જીવી શકતો નથી. જો આજે નહીં તો કાલે તે ચોક્કસપણે તેની ચીટિંગ અંગે ગિલ્ટ, શરમ, ચિંતા અનુભવે છે. જ્યારે ચીટિંગનો ભોગ બનેલી વ્યક્તિ કાયમી ગુસ્સો, હતાશા, ડિપ્રેશનમાંથી પસાર થાય છે. કેટલીક વાર છેતરપિંડી મનને એટલી અસર કરે છે કે વ્યક્તિને ઠીક થવા માટે મનોચિકિત્સકની મદદ લેવી પડે છે.
બાળકો પણ સાથ છોડી દે છે
માતા-પિતાના એક્સ્ટ્રા મેરિટલ અફેરની બાળકો પર ઊંડી અસર પડે છે. ઘણી વખત આ કારણે તે પોતે પણ પોતાના સંબંધોમાં વિશ્વાસ કરી શકતા નથી. ઉપરાંત, તેઓ ક્યારેય આવા માતાપિતાને માન આપી શકતા નથી. ઉંમરની સાથે બાળકોમાં આ નફરત એટલી ઝડપથી વધી જાય છે કે થોડા સમય પછી તેઓ પોતાના માતા-પિતા સાથેનો સંબંધ પણ તોડી નાખે છે.
વ્યક્તિએ કિંમત ચૂકવવી પડે છે
પાર્ટનર સાથે ચીટિંગ કરીને શાંતિથી ચાલ્યા જવું સરળ નથી. જો પાર્ટનર ઈચ્છે તો આ આધાર પર તે તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. લગ્નેતર સંબંધો સામાન્ય રીતે ખર્ચાળ છૂટાછેડા તરફ દોરી જાય છે .
સમાજમાં સન્માન મળતુ નથી
સમાજમાં ભલે આ પ્રકારની ઘટનાઓ રોજ બરોજ વધી રહી હોય, પરંતુ લગ્નેત્તર સંબંધોમાં રહેનારી વ્યક્તિને સમાજમાં એવુ સ્થાન મળતુ નથી, જે પોતાનું જીવન ઈમાનદારીથી જીવે છે. જ્યારે કોઈ વ્યક્તિના એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચાર સમાજમાં ફેલાઈ જાય છે ત્યારે તેના સંબંધીઓ પણ તેમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દે છે.
આ પણ વાંચોઃ ગદર 2ના ડિરેક્ટરનો નસીરુદ્દીન શાહને જવાબ- પહેલા ફિલ્મ જુઓ, મારો દાવો છે, અભિપ્રાય બદલાઈ જશે…