અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હોળી ધૂળેટી ઊજવતાં પહેલા જાણી લેજો અમદાવાદ CPનું આ જાહેરનામું, નહીંતર રંગમાં પડશે ભંગ

રાજ્યભરમાં આગામી અઠવાડિયાએ રંગોનું પર્વ હોળી અને ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. અમદાવાદમાં તેની તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી રહી છે. અહીં બજારોમાં કલરો વેચાવાના શરૂ થઈ ગયા છે. અગાઉ કોરોના અને ત્યારબાદ મંદીએ છેલ્લા ત્રણેક વર્ષની હોળી – ધુળેટી લગભગ મર્યાદિત કરી નાખી છે પરંતુ આ વખતે આ બેમાંથી એકપણ બહાનું લોકો પાસે નથી અને શહેરીજનો પણ હર્ષોઉલ્લાસ સાથે આ પર્વ ઉજવવા તૈયાર છે ત્યારે પર્વની ધામધૂમથી ઉજવણી પહેલા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો તેને ધ્યાનમાં રાખી આ તહેવારની ઉજવણી કરવામાં નહીં આવે તો ક્યાંક લેવાના દેવા થઈ શકે છે.

અમદાવાદ CPના જાહેરનામામાં શું?

આગામી તા.07/03/2023 ના રોજ હોળી અને તા.08/03/2023 ના રોજ ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે, લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે. આ તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા, તેઓ ઉપર રંગ, રંગ મિશ્રિત પાણી, કાદવ અથવા તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.

જાહેર રોડ પર રાહદારી, વાહન પર કીચડ-રંગ ફેકવા પર પ્રતિબંધ

ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-1973 (1974ના નાર) ની કલમ-144 મુજબ તા.03/03/2023 ના કલાક 00/00 વાગ્યાથી તા.10/03/2023 ના કલાક 24/00 વાગ્યા સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ હુકમ કરૂ છે હોળી-ધુળેટીના તહેવારમાં કોઇપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શબ્દો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ

તહેવારના નામથી પૈસા ઉઘરાવતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે

હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહિ અથવા બીજા કોઇ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહીં. આ હુકમની ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-1960 ના અધિનિયમ-45 ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Back to top button