મનોરંજન

આથિયા-રાહુલના પહેલા આ 7 ક્રિકેટર અને બોલિવૂડ અભિનેત્રીઓ કરી ચૂક્યા છે લગ્ન

બોલિવૂડ સાથે ક્રિકેટનું અનોખુ કનેક્શન જોડાયેલુ છે. અનેક બોલીવુડ એક્ટરો ક્રિકેટના દિવાના હોય છે. ક્રિક્રેટરોને પણ લોકો બોલીવુડ એક્ટરની જેમ જ ચાહતા હોય છે. ત્યારે બોલીવુડની અનેક અભિનેત્રીઓ એવી છે. જે ક્રિકેટરો પર દિલ હારી બેસી છે. જેમાંથી કેટલાક લગ્નના બંધનમાં પણ બંધાયા છે. આજે અમે તમને આવા જ કેટલાક કપલ વિશે જણાવીશું

હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરા

ભારતનો સ્ટાર સ્પિનર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરા પણ એક બીજાના પ્રેમમાં પડીને પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. હરભજ સિંહે ગીતા બસરાને પહેલીવાર ફિલ્મ ‘ધ ટ્રેન’ના મ્યુઝિક વીડિયોમાં જોઈ હતી. હરભજન ગીતાને જોઈને જ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો તેને ગીતા સાથે પહેલી નજરમાંજ પ્રેમ થઈ ગયો હતો અને બંન્નેએ એક બીજીને એકબીજીને 8 વર્ષ સુધી ડેટ કર્યું હતું. હરભજન અને બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરાના લગ્ન 29 ઓક્ટોબર, 2015ના રોજ ગુરુદ્વારામાં થયા હતા.

બોલીવુડ-ક્રિકેટ-humdekhengenews

‘ચક દે ગર્લ’ સાગરિકા અને ક્રિકેટર ઝહિર ખાન

શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં સાથે કામ કરી ચૂકેલી સાગરિકા ઘાટગેએ ક્રિકેટર ઝહીર ખાનના પ્રેમમાં પડી હતી. બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે તથા ઝહીર ખાને 23 નવેમ્બરના રોજ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યાં હતાં. સાગરિકા ક્રિકેટર અને એક્ટર અંગદ બેદીની ક્લોઝ ફ્રેન્ડ છે. તેણે સાગરિકાની મુલાકાત ઝહીર ખાન સાથે કરાવી હતી. ત્યાર બાદ બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં. અને યુવરાજના લગ્નમાં તેણે પોતાની રિલેશનશીપ જાહેર કરી હતી.

બોલીવુડ-ક્રિકેટ-humdekhengenews

વિરાટ કોહલી અને અભિનત્રી અનુષ્કા શર્મા

વિરાટ કોહલીએ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડીને દેશભરમાં સૌથી લોકપ્રિય જોડી માનવામાં આવે છે. વિરાટ-અનુષ્કાએ 2017માં 11 ડિસેમ્બરે ઈટલીમાં લગ્ન કર્યા હતાં. 2013માં એક શેમ્પુની એડ શૂટ દરમ્યાન અનુષ્કા અને વિરાટ મળ્યા હતાં. ત્યારબાદ બંનેમાં ડેટિંગ કરવા લાગ્યા હતા. પરંતુ આ વાત તેમણે છુપાવીને રાખી હતી. 2014માં જ શ્રીલંકા સામે એક મેચમાં જ્યારે વિરાટ કોહલીએ સદી બનાવી તો પ્રેક્ષકોની વચ્ચે બેઠેલી અનુષ્કા શર્મા બાજુ તેમણે ફ્લાઈંગ કિસ આપી હતી. ત્યારથી વાત સ્પષ્ટ થઈ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

બોલીવુડ-ક્રિકેટ-humdekhengenews

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક

નાઈટ ક્લબમાં હાર્દિકની મુલાકાત નતાશા સ્ટેનકોવિક સાથે થઇ હતી. નતાશા ત્યારે જાણતી ન હતી કે હાર્દિક ક્રિકેટર છે. ત્યાર પછી બંન્ને એક બીજીને મળવા લાગ્યા અને તેમને એક બીજાથી પ્રેમ થઈ ગયો. હાર્દીકે 2020માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની સગાઈની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા.

બોલીવુડ-ક્રિકેટ-humdekhengenews

ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ કીચ

યુવરાજ હેઝલની પહેલી મુલાકાત 2011માં એક કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં થઈ હતી, જ્યાં યુવરાજે હેઝલને પહેલા બહાર આવવાનું કહ્યું હતું. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ખાસ વાત એ છે કે બન્નેએ બે વખત લગ્ન કર્યા હતા. પહેલા ચંદીગઢમાં શીખ રિવાજ પ્રમાણે યોજોયા હતા અને બીજા ગોવામાં હિન્દુ રિવાજ પ્રમાણે યોજાયા હતા.

બોલીવુડ-ક્રિકેટ-humdekhengenews

આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આજે સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત જહાંમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

બોલીવુડ-ક્રિકેટ-humdekhengenews

આ પણ વાંચો : ગ્લેમરસ અંદાજમાં બોલીવુડની હિરોઈનો પહોંચી દુર્ગા પંડાલમાં, પૂજા કરી માં દુર્ગાના આશીર્વાદ લીધા

Back to top button