ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

VIDEO: લગ્નમાં મધમાખીઓ મહેમાનો પર ત્રાટકી, 3ની હાલત ગંભીર બનતા ICUમાં દાખલ

Text To Speech

ગુના (મધ્ય પ્રદેશ), 19 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના ગુનામાં એક લગ્નમાં મધમાખીઓએ પરિવાર અને મહેમાનો પર હુમલો બોલી દીધો હતો. મધમાખીનું ઝૂંડ મહેમાનો પર શિકારની જેમ ત્રાટકતાં લગ્નમાં નાસભાગ મચી ગઈ હતી. દુલ્હનના પિતા, ભાઈ સહિત કેટલાક સંબંધીઓ પર મધમાખીઓ ડંખ માર્યા હતા. આ હુમલામાં 6 બાળકો, 10 મહિલાઓ સહિત 25 લોકો મધમાખીઓનો શિકાર બન્યા. તેમાંથી 3ની હાલત ગંભીર બનતા પ્રાઇવેટ હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા.

શહેરના કસ્તુરી ગાર્ડનમાં અગ્રવાલ પરિવાર દીકરીના લગ્નની તૈયારીઓમાં લાગ્યો હતો. પ્રમોદ અગ્રવાલનું કહેવું છે કે, અમે શનિવારથી મેરેજ ગાર્ડન પર રોકાયા હતા. મહેમાનો, સગા-સંબંધીઓ પણ એક દિવસ પહેલાથી અહીંયા રોકાયા હતા. આ સ્થળ પર રહેવાથી માંડીને જમવા સુધી તમામ વ્યવસ્થા હતી, પરંતુ મધમાખીઓ આવી જતા બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું. મધમાખીઓએ કેટલાક લોકોને ડંખ માર્યા છે. જેના કારણે કેટલાક સંબંધીઓને હોસ્પિટલ લઈ જવાયા છે. આ ઉપરાંત, પાર્ટી-પ્લોટના સંચાલકે માફી પણ માંગી હતી.

મધમાખીના હુમલાનો વીડિયો વાયરલ થયો

બીજી તરફ લગ્નના ગાર્ડનમાં મધમાખીના હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં લોકો ભાગદોડ કરતા નજરે પડે છે. કેટલાક લોકો જમીન પર પડીને પોતાનો જીવ બચાવતા જોવા મળે છે. આ ઘટના અંગે મેરેજ ગાર્ડન સંચાલકની બેદરકારી સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે મધપૂડો હટાવ્યો ન હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો: લગ્નમાં ભોજનની આવી વ્યવસ્થા હોય તો જલસા જ પડી જાય: વીડિયો જોઈ લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Back to top button