પોલીસ બની જાનૈયા ! સાફા બાંધી, DJના તાલ સાથે 144 ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને LCBએ દબોચ્યો
દાહોદ જિલ્લામાં LCB પોલીસે સરાહનીય કામગીરી કરી છે. 136 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી મથી રહી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી પીદિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે રીઢા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે નવી તરકીબ અજમાવી હતી. અને પોલીસે DJ મંગાવી સાફા બાંધીને જાનૈયાનો વેશ ધારણ કરીને દબોચી લીધા છે.
દાહોદ પોલીસની સરાહનીય કામગીરી
આંતરરાજ્ય પ્રોહીબિશનની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા 10 વર્ષથી ઇનામી આરોપી કે જે ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના કુલ 144 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ LCBને બાતમી મળી હતી કે કુખ્યાત આરોપી પીદીયા રતના સંગાડીયા મધ્યપ્રદેશ અને ગુજરાતના બોર્ડર પરના સીમાડામાં આવેલ ખરોદા ગામે આલની તલાઈના જંગલમાં આવવાના છે. આ બાતમીને આધારે આરોપીને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવી ફોરવીલ ગાડીઓમાં જાનૈયા નો વેશ ધારણ કરી ડીજે ના તાલે નાચતા નાચતા બાતમી વાળી જગ્યાએ પહોંચ્યાં હતા. અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને દાહોદની કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરી છે.
144 ગુનાઓમાં સંડાવાયેલ વોન્ટેડ આરોપી ઝડપાયો
ગુજરાતના નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ- 24 ની યાદીમાં પ્રથમ નંબરના આરોપી અને સરકારે જેના પર રૂપિયા 10000 નું ઇનામ જાહેર કરેલ તેવા છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપા પાડવામા આવ્યો છે. આ આરોપી ગુજરાત રાજ્યના અને અન્ય જિલ્લા તથા મધ્ય પ્રદેશ રાજ્યના કુલ 144 ગુનાઓમાં જેમાં વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 2,03,10,665/- ના મુદ્દા માલના ગુનાઓમાં સંડોવાયેલો છે. LCBની કાર્યવાહીએ જિલ્લામાં ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : સાક્ષી હત્યાકાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આક્રોશ, બોલ્યા – ‘આને જોઈને જેનું લોહી ન ઉકળે તે……