પાકિસ્તાનમાં પ્રથમ હિન્દૂ માહિલા બની આસિસ્ટન્ટ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર
પાકિસ્તાનની પ્રથમ હિંદુ મહિલા સિવિલ સર્વન્ટ ડૉ. સના રામચંદ ગુલવાની હવે પંજાબ પ્રાંતના હસન અબ્દાલ શહેરમાં આસિસ્ટન્ટ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર છે. શહેરના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. સ્થાનિક મીડિયાએ આ અંગે માહિતી આપી છે. 27 વર્ષીય ગુલવાનીએ વર્ષ 2020માં સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (સીએસએસ)ની પરીક્ષા પાસ કરી હતી. આ પછી તે પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS)માં જોડાઈ ગઈ હતી. તેમણે એટોક જિલ્લાના હસન અબ્દાલ શહેરના આસિસ્ટન્ટ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
આ પણ વાંચો : મુરાદાબાદના દોઢ દાયકા જુના કેસમાં સ.પા. નેતા આઝમ ખાન અને પુત્ર અબ્દુલ્લાને બે-બે વર્ષની સજા
ગુલવાનીએ શું કહ્યું આ અંગે ?
ગુલવાનીએ પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી હતી. હિંદુ સમુદાયના કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, તે વિભાજન પછી આ પરીક્ષા પાસ કરનાર સમુદાયની પ્રથમ પાકિસ્તાની મહિલા હતી. તેણી સિંધ પ્રાંતના શિકારપુર શહેરમાં ઉછરી હતી અને ફેડરલ પબ્લિક સર્વિસ કમિશનમાં નોંધણી કરતા પહેલા તેના માતાપિતાની ઇચ્છા મુજબ ડૉક્ટર બની હતી. પરીક્ષા પાસ કર્યા પછી ગુલવાનીએ કહ્યું હતું કે, “હું નથી જાણતી કે હું પ્રથમ મહિલા છું કે નહીં, પરંતુ (મેં) ક્યારેય સાંભળ્યું નથી કે મારા સમુદાયમાંથી કોઈ (મહિલા) પરીક્ષામાં હાજર રહી છે.”