ગુજરાત

બ્યુટી વિથ બ્રેઈનઃ શ્વેતા બ્રહ્મભટ્ટની પીએમ મોદી સાથે મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક

Text To Speech

વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે.  જોકે શ્વેતાએ BJPમાં જોડાવવા ની વાત નકારી છે.પરંતુ કોંગ્રેસ માટે નારાજગી વ્યક્ત કરી છે.તેથી PM સાથેની મુલાકાત બાદ હવે શ્વેતા ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે..

ફાઈલ તસ્વીર

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે. કેટલાક નેતા કોંગ્રેસ અને આપમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલાક નેતાઓનું ભાજપમાં જોડાવાનું નક્કી થાય તેવી શક્યતા બહાર આવી છે.

ફાઈલ તસ્વીર

કોણ છે શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ ?
અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસનાં 2000થી 2005ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલાં નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા હાયર એજ્યુકેશનમમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસ તેમને સીધી ટિકિટ આપી હતી.

Back to top button