પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં અલગ અંદાજે દેખાય પ્રિયંકા
બ્યુટી ક્વીન પ્રિયંકા ચોપરા તેની બહેન પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં ખૂબ જ મોંઘી સાડી પહેરેલી જોવા મળી હતી. તમે સાડીની કિંમત સાંભળીને હેરાન થાય જશો. જી હા તેની સાડીની કિંમત 78,700 રૂપિયા છે. .બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ એક ભવ્ય પાર્ટીમાં એકબીજા સાથે સગાઈ કરી લીધી. બહેનની સગાઈ માટે બહેન પ્રિયંકા ચોપરા પણ વિદેશથી પહોંચી હતી. પ્રિયંકા ચોપરા તેની બહેન પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ માટે ખૂબ જ સુંદર પોશાક પહેરીને પહોંચી હતી.
તેણીએ સ્ટાઇલિશ પ્લસ ટ્રેડિશનલ લુક કેરી કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ તેની બહેનની સગાઈ માટે લાઈમ ગ્રીન રફલ સાડી પહેરી હતી, જેને તેણે સ્ટ્રેપલેસ બ્લાઉઝ સાથે જોડી હતી.પ્રિયંકાએ ડાયમંડ નેકલેસ અને પેન્ડન્ટ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપમાં તે અદ્ભુત લાગી રહી હતી.જો કે પ્રિયંકા ચોપરાનો એકંદર દેખાવ ખૂબ જ અદભૂત હતો, પરંતુ જ્યારે તમને આ સાડીની કિંમતની ખબર પડશે તો તમે પણ ચોંકી જશો.તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકા ચોપરાની આ સાડીની કિંમત 78,700 રૂપિયા છે.
બ્યુટી ક્વીન પ્રિયંકા ચોપરા
આ સાડી મિશ્રુ બ્રાન્ડની સત્તાવાર સાઇટ પર પણ ઉપલબ્ધ છે.પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પરિણીતીની સગાઈની સેરેમનીના ઘણા અંદરના ફોટા પણ શેર કર્યા છે. એક ફોટોમાં તે તેના ભાઈ સાથે પોઝ આપતી જોઈ શકાય છે.તે જ સમયે, એક તસવીરમાં પ્રિયંકા ચોપરા તેના આખા પરિવાર સાથે તસવીર માટે પોઝ આપી રહી છે. આ તસવીરો શેર કરતાં પ્રિયંકાએ તેની બહેન અને ભાભીને અભિનંદન આપ્યા અને કહ્યું કે તે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહી છે.આ સાથે જ બ્યુટી ક્વીન પ્રિયંકાની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં થઇ રહી છે.
આ પણ વાંચો: પરિણીતી-રાઘવની સગાઈની પહેલી તસવીર, જાણો- સગાઈ સેરેમનીમાં કોણ-કોણ રહ્યું હાજર ?