ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠામાં રીંછનો આતંક, ડેરીગામના યુવક પર હુમલો કરતા ગ્રામજનોમાં ભય

Text To Speech
  • દાંતીવાડાના ડેરીગામના યુવક પર રીંછે કર્યો હુમલો
  • માથા અને પગના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો યુવક

બનાસકાંઠામાં અનેકવાર દીપડા સહિતના વન્ય જીવો ખોરાક પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં માનવવસ્તીમાં ઘૂસીને રીંક્ષો દ્વારા હુમલો કરવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવો જ એક કિસ્સો દાંતીવાડાના ડેરીગામમાંથી સામે આવ્યો છે. જેમાં ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી છે. ડેરીગામના આયદાનભાઈ ગોકળાજી રબારી નામના યુવક પર રીંછે હુમલો કરી માથા અને પગના ભાગે બચકા ભરતા આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ વનવિભાગને પણ કરવામાં આવી છે.

અગાઉ પણ રીંછે કર્યો હતો હુમલો
મહત્વનું છે કે,આ અગાઉ પણ અમીરગઢ બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં રીંછના હુમલાની ઘટનાઓ સામે આવેલી છે. જેમાં રીંછ દ્વારા લોકો પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે વનવિભાગને જાણ કરતા તેમના દ્વારા રીંછને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાસકાંઠાના લોકોમાં તીડનો ભય
ઉલ્લેખનીય છે કે, હાલ 3 વર્ષ બાદ બનાસકાંઠાના ગામડાઓમાં તીડના આક્રમણની આશંકાઓ સેવાઈ રહી હતી. ફરી એક વાર ખેડૂતોમાં તીડના આક્રમણનો ભય વ્યાપ્યો હતો, ત્યારે તીડના આક્રમણ અંગે બનાસકાંઠાના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યાં છે.આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલે કહ્યું કે તીડ વિભાગે સરહદી વિસ્તારોમાં સર્વે કર્યો છે. રાજસ્થાનના તીડ વિભાગે તીડ પર નિયંત્રણ મેળવ્યું છે. બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં પણ કોઈ તીડ દેખાયા નથી. જિલ્લાનું વહીવટી તંત્ર રાજસ્થાનના તીડ વિભાગના સંપર્કમાં છે અને વિભાગ દ્વારા દર 15 દિવસે સર્વે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: અંબાજીના રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.54 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

Back to top button