ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ચેતજો! બાળકોની ખાણીપીણી પર હંમેશા નજર રાખશો તો થશે અવળી અસર

  • બાળકોની પર સતત નજર રાખવી તે છે હેલિકોપ્ટર પેરેન્ટિંગ
  • બાળકો પરનો સંપુર્ણ કન્ટ્રોલ તેમને નુકશાન પહોંચાડી શકે
  • બાળકો આખી પ્લેટ ફિનિશ કરી જ દે તેવો આગ્રહ ન રાખો

પેરેન્ટિંગ માત્ર બાળકોના વર્તનને લઇને જ હોતુ નથી. પેરેન્ટ્સ ઘણી વખત બાળકોની ખાણીપીણી પર પણ કન્ટ્રોલ કરતા હોય છે. જો તમે પણ તમારા બાળકોની ખાણીપીણી પર સતત નજર રાખતા હો તો ચેતી જજો. તે પણ હેલિકોપ્ટર પેરેન્ટિંગની નિશાની છે. હેલિકોપ્ટર પેરેન્ટિંગ એટલે કે બાળકોની તમામ બાબતો પર સતત નજર રાખવી અને તેમને ઓવર પ્રોટેક્ટ કરવા. બાળકોને ક્યારે અને કેટલી માત્રામાં શું ખાવુ છે. આ બધી બાબતો પર સંપુર્ણ કન્ટ્રોલ બાળકોને નુકશાન પહોંચાડી શકે છે. ઘણી વખત માતાઓને બાળકની પ્લેટમાં રાખેલા ફુડને ફિનિશ કરાવવાની ઉતાવળ હોય છે. દરેક માંની ફરિયાદ હોય છે કે તેનું બાળક જમવાનું પુરુ કરતુ નથી. કેટલીક વખત તો જમવાની પ્લેટને ફિનિશ કરવા માટે માતા બાળકોને કલાકો સુધી ખવડાવતી રહે છે. આ બાબત બાળકો સાથે પેરેન્ટ્સ માટે પણ નુકશાનકારક બની શકે છે.

ચેતજો! બાળકોની ખાણીપીણી પર હંમેશા નજર રાખશો તો પણ થશે આ અવળી અસર hum dekhenge news

ન કરશો બાળકોના ખોરાક પર કન્ટ્રોલ

બાળકોની દરેક નાની વાત જ્યારે તમે તમારી મરજી મુજબ ચલાવવાની કોશિશ કરતા હો અને તેમની તમામ બાબતોનું તમે જ ધ્યાન રાખતા હો તો તેને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહી શકાય. જમવાની બાબતમાં પણ તે લાગુ પડે છે. તમારે આ રીતે બાળકોની ખાણીપીણી પર કન્ટ્રોલ ન કરવો જોઇએ.

બાળકોની હાઇટ અને વજનને લઇને ચિંતિત

જો તમે બાળકોના હાઇટ અને વેઇટને લઇને દિવસ-રાત વિચારતા રહેતા હો તો તે છોડી દેજો. કેટલાક પેરેન્ટ્સ બીજા બાળકો સાથે કમ્પેર કરીને બાળકોનું જમવાનું ડિસાઇડ કરે છે. તેનો અર્થ એ છે કે બાળકોની ખાણીપીણીમાં પણ પેરેન્ટિંગ ફોલો થાય છે.

કલાકો બેસાડીને ન ખવડાવશો

બાળકોએ જમવાની પ્લેટ પુરી ન કરી હોય તો તેને કલાકો બેસીને ખવડાવવાનું બંધ કરો. આ બાળકો પરનો અંકુશ છે. બાળકોએ કેટલુ જમવુ તે બાળકોને નક્કી કરવા દો. તેમના ફુડને લઇને ઓવરરિએક્ટ ન કરો.

ચેતજો! બાળકોની ખાણીપીણી પર હંમેશા નજર રાખશો તો પણ થશે આ અવળી અસર hum dekhenge news

જબરજસ્તીના આવશે ખરાબ પરિણામો

બાળકોને જ્યારે તમે જબરજસ્તી તેની ઇચ્છા વગર જમાડો છો તો તેના ખરાબ પરિણામો આવે છે. આમ કરવાથી બાળકોને જમવા પ્રત્યેની રૂચિ ખતમ થઇ જાય છે. ક્યારેક એવુ બને છે કે તમારુ બાળક જમતુ જ બંધ થઇ જાય છે. જો આવી સિચ્યુએશન ન લાવવી હોય તો બાળકોને જબરજસ્તી ન કરો. ક્યારેક તેનાથી ઉલટુ એવુ પણ થઇ શકે કે બાળકનો ખોરાક પરનો કન્ટ્રોલ પણ ખતમ થઇ જાય અને તે ખુબ માત્રામાં ખાવા લાગે. તે મેદસ્વી પણ થઇ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન

  • બાળકોને જબરજસ્તી કદી ન જમાડો
  • જો બાળક ન જમે તો તેને અન્ય રીતે જમાડવાની કોશિશ કરો
  • બાળકોમાં ખોરાક પ્રત્યે રસ જગાડો
  • બાળકોને જમવા માટે થોડા અધિકારો આપો.
  • બાળકોને કેટલુ જમવુ એ તેમને નક્કી કરવા દો.

આ પણ વાંચોઃ ઇગો તમારા સંબંધોને બરબાદ તો નથી કરતો ને? આ રીતે બનાવો નોર્મલ

Back to top button