કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર ! રાજ્યના આ શહેરોમાં હીટવેવની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ આકરી ગરમીનો કહેર વરસાવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે.
ગઈ કાલે આ 4 શહેરોમાં સૌથી વધુ તાપમાન
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમા ગઈ કાલે ગરમીનો પારો વધ્યો હતો. ગઈ કાલે પાટણમાં સૌથી વધુ 45.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે જૂનાગઢમાં 44.6 અને સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
12 અને 13 મેના રોજ આ શહેરોમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 12 અને 13 મેના રોજ રાજ્યના આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવનાઓ રહેલી છે. બાકીના દિવસોમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની શકયતા છે. જેથી આ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે.
આ પણ વાંચો : પાવાગઢમાં ફરી એક દુર્ઘટના, વધુ એક વખત વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી