ઉત્તર ગુજરાતગુજરાત

તૈયાર રહો : ફરીથી બનાસકાંઠામાં પવન સાથે વરસાદની આગાહી

Text To Speech
  • પવન સાથે વરસાદ થવાની સંભાવના

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.


મોસમ વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન માં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. હવે દરિયાની સપાટીથી 0.9 કિલોમીટર ઉપર જોવા મળે છે. જ્યારે આજે પાંચ જૂન અને આવતીકાલે છ જુનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 25 થી 50 કિલોમીટર ની ઝડપે ફુંકાઈ શકે છે. જ્યારે હાલમાં સવારથી જ ગરમી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લોકોને પરસેવો પડાવી રહી છે. પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે જિલ્લામાં વારંવાર થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ બાજરીના પાકને પણ નુકસાન થયું છે. જેને લઈને કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનું વાતાવરણ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજીમાં 10 હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું મુખ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ

Back to top button