અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર ! અમદાવાદમાં આ તારીખે યલો એલર્ટ 

Text To Speech
  • અમદાવાદમાં  તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
  • અમદાવાદમાં આગામી 17 અને 18 એપ્રિલે યલો એલર્ટ અપાયું
  • ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

રાજ્યમાં માવઠાથી રાહત મળી છે. ત્યારે હવે રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે. અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામા આવી હતી. ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. જેમાં ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમા વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.

હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી

રાજ્યમાં માવઠાથી રાહત મળતા ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઈ ચૂકી છે. હાલ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં લોકોને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરવામા આવી છે.

હીટવેવ - Humdekhengenews

અમદાવાદમાં યલો એલર્ટ  અપાયું

અમદાવાદની વાત કરવામા આવે તો હાલ અમદાવાદમા 40 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી ચૂક્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 2 દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. એટલે કે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. જેથી અમદાવાદ શહેરમાં આગામી 17 અને 18 એપ્રિલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. જો કે બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય.અને 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રહેલી છે. ગરમી વધવાની આગાહીને પગલે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. પમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર જાય તેવી શક્યતા રહેલી છે. હીટ એક્શન પ્લાન અંતર્ગત આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મસાલાની સોડમ પર લાગ્યું મોંઘવારીનું ગ્રહણ ! ભાવમાં થયો તોતિંગ વધારો

Back to top button