ગુજરાત

વાવાઝોડા બાદ મોટી આફત માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી

Text To Speech

રાજ્યમાં ચોમાસું શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડાને કારણે ચોમાસું પાછુ ઠેલાયું હોવાનું જણાવવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું મોડુ બેસશે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટલે વરસાદને લઈને ભયંકર આગાહી કરી છે. અંબાલાલ પટેલને જણાવ્યા મુજબ ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે.

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી

કેરળમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસુ બેસવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડના કારણે ચોમાસું મોડું બેસવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે ફરી એક વાર ચોમાસાને લઈને આગાહી કરી છે. જેમા તેઓએ જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ મોડો આવશે પરંતુ ભુક્કા બોલાવશે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે.જેમાં મહેસાણા, અમદાવાદ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે. તેમજ નર્મદા નદી બે કાંઠે વહેશે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.

વરસાદની આગાહી-humdekhengenews

25 અને 26 જૂને ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગેદક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે

ભારે વરસાદને કારણે જળસ્તરોમાં વધારો થશે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદ થશે. જેના કારણે જળસ્તરોમાં વધારો થશે.

 આ પણ વાંચો : યમદૂત બની આવ્યું ડમ્પર ! બેફામ ડમ્પર ચાલકે કચડતા ત્રણના ઘટના સ્થળે જ મોત

Back to top button