ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

જીરું હોય કે કોફી થઈ શકે છે ભેળસેળ, રસોડામાં રાખેલી વસ્તુઓની શુદ્ધતા ચકાશો

  • તમે માનો છો કે તમે જે મસાલાનો ઉપયોગ કરી રહ્યા છો તે બધા ભેળસેળ વગરના છે? તમે જે મસાલાનો ઉપયોગ કરો છો તે ખરેખર શુદ્ધ છે?

HD ન્યુઝ ડેસ્કઃ રસોઈ માટે વિવિધ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે માનો છો કે તમે જે મસાલાનો ઉપયોગ કરી રહ્યા છો તે બધા ભેળસેળ વગરના છે? તમે જે મસાલાનો ઉપયોગ કરો છો તે ખરેખર શુદ્ધ છે? જાણો ઘરમાં રસોડામાં રાખવામાં આવેલા મસાલાની શુદ્ધતા કેવી રીતે તપાસવી.

હીંગ

હિંગને ચેક કરવાની સૌથી સારી રીત છે કે તેને થોડી વાર પાણીમાં નાખી દો અને પછી જો પાણી દૂધ જેવું દેખાવા લાગે તો સમજી લેવું કે હિંગ શુદ્ધ છે. આ સિવાય તેને ખાઈને પણ ચેક કરી શકાય છે. આ માટે જીભ પર થોડી હિંગ લગાવો, જો તમને કડવાશ લાગે તો સમજવું કે તેમાં ભેળસેળ નથી.

જીરું હોય કે કોફી થઈ શકે છે ભેળસેળ, રસોડામાં રાખેલી વસ્તુઓની શુદ્ધતા ચકાશો hum dekhenge news

જીરું

જીરુંમાં ભેળસેળ છે કે નહીં તે જોવા માટે તમારા હાથમાં થોડું જીરું લો અને પછી તેને બંને હથેળીઓ વચ્ચે ઘસો. હથેળીમાં રંગ લાગે તો સમજવું કે તેમાં ભેળસેળ છે.

મરચું

શાકભાજીથી લઈને કઠોળ બનાવવા સુધીની દરેક વસ્તુમાં તેનો ભરપૂર ઉપયોગ થાય છે. આને ચેક કરવા માટે પાણીમાં લાલ મરચું ઉમેરો. જો રંગ દેખાવા લાગે અથવા લાકડાંના વહેર જેવી વસ્તુ દેખાવા લાગે તો સમજી લેવું કે મરચાંનો પાવડર નકલી છે.

ધાણા

ધાણાને તપાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેમાં આયોડિન ઉમેરવું. જો રંગ કાળો થઈ જાય તો સમજવું કે તે નકલી છે.

tea cofee1

કોફી

મોટાભાગના લોકોને કોફી પીવી ગમે છે. આવી સ્થિતિમાં તેની શુદ્ધતા ચકાસવી જરૂરી છે. તેને પાણીમાં ઓગાળી લો. જો કોફીમાં ભેળસેળ ન હોય તો તે સારી રીતે ઓગળી જશે. જો તે નકલી હોય તો તે ઓગળ્યા પછી તળિયે ચોંટી જાય છે

ચા

ચાની પત્તીનો ઉપયોગ મોટાભાગના ભારતીય ઘરોમાં થાય છે. તેની શુદ્ધતા ચેક કરવા માટે સફેદ કાગળને થોડું પલાળી દો. પછી તેમાં ચાના દાણા નાખો. જો ચા નકલી હશે તો કાગળ રંગીન થઈ જશે.

 

ghee2

દેશી ઘી

તમે ઘીમાં ભેળસેળ વિશે ઘણું સાંભળ્યું હશે. આવી સ્થિતિમાં તેની ભેળસેળ તપાસવા માટે, તેમાં બે ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ, બે ચમચી ખાંડ અને એક ચમચી ઘી મિક્સ કરો. જો આ મિશ્રણ લાલ થઈ જાય તો સમજવું કે ઘીમાં ભેળસેળ છે.

દૂધ

દૂધ તપાસવા માટે દૂધમાં સ્વચ્છ આંગળી નાખીને બહાર કાઢો. જો દૂધ આંગળી પર ચોંટી જાય તો સમજવું કે તે શુદ્ધ છે.

કાળા મરી

કાળા મરીને ઘણીવાર પપૈયાના બીજ સાથે ભેળવવામાં આવે છે. તેને ચેક કરવા માટે એક ગ્લાસ પાણીમાં કાળા મરીના દાણા નાખો. જો તે તરવા લાગે તો સમજજો કે કાળા મરીમાં ભેળસેળ છે.

આ પણ વાંચોઃ ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે;જો જો શિયાળામાં આમ કરતા હો તો સાવધાન

Back to top button