બીબીસી ડોકુમેન્ટરીને લઈને હાલ સમગ્ર ભારતભરમાં અને વિદેશમાં પણ વિવાદનું મોજું ઉઠ્યું છે ત્યારે આ ડોક્યુમેન્ટરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે, અને લોકોને ડોક્યુમેન્ટ્રીમાં શું છે તે જાણવાનું એક કુતૂહલ ઊભું થયું છે.
આ પણ વાંચો : PM મોદીનો પાકિસ્તાનને સંદેશ, ‘પાણી અને લોહી એકસાથે વહી ન શકે’
ભારત દેશના ઇતિહાસમાં આ પહેલીવાર નથી થયું કે શાસક પક્ષની આલોચના થતી ડોક્યુમેન્ટરી હોય કે ફિલ્મ પર રોક લગવવામાં આવી હોય. ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ રાજકીય પક્ષ પોતાની આલોચના થતાં અટકાવવા પૂરતા પ્રયત્નો કરતાં જ હોય છે તે કોઈ નવી વાત નથી, પણ અહિ સમજવા વાળી વાત એ છે કે દેશમાં હાલ બે પ્રકારની વિચારધારા વાળ લોકો એકબીજાથી કટ્ટર થઈ રહ્યા છે અને એકબીજાને ટાર્ગેટ કરવામાં કોઈ કશર રાખતા નથી. તેમ પણ લોકશાહીનો એક સ્તંભ કે જે આ બંને વિચારધારાઓમાં વહેચાઈ ગયો છે જેનાથી ફાયદો ફક્ત રાજકીય પક્ષનો છે. જનતાના મૂળ મુદ્દા હાલ સમગ્ર દેશમાં ભુલાઈ ગયા છે અને આરોપ પ્રત્યારોપની મનગડત વાર્તાઓએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રામાં કોંગ્રેસને ભારે ભીડની અપેક્ષા’, ખડગેનો અમિત શાહને પત્ર, સુરક્ષા વધારવાની માંગ
દેશનો નબળો વિપક્ષ અને અભિમાની સત્તાપક્ષ દેશના ભવિષ્ય માટે જોખમી બની રહ્યું છે ત્યારે દેશના નાગરિકોને એક ચોક્કસ વાતમાં ભોળવાઈ દેવાયા છે એટલે બોલી શકે તેવા નાગરિકો એ ચોક્કસ વાતમાં ખોવાઈ ગયા છે અને ન બોલી શકનાર નાગરિકો સોશિયલ મીડિયાના સહારે ગામના પાદરે કે સોસાયટીના નાકે બેસીને વાતો કરવામાં મશગુલ થઈ ગયા છે.
હાલ ચાલી રહેલા બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદની વાત કરીએ તો હાલનો વિપક્ષ જ્યારે સત્તામાં હતો ત્યારે પણ અનેક ફિલ્મો કે જે તેમની આલોચના દર્શવાતી હતી તેમણે પણ તે સમયે રોકવામાં આવી હતી. તેવી ફિલ્મોનું પણ ઘણું લાંબુ લિસ્ટ છે જે ગૂગલ પર શોધવાથી મળી જશે. એટલે હાલ સત્તા પક્ષને ગાળો આપતા વિપક્ષે પહેલા પોતાનો ભૂતકાળ એકવાર વાઘોળી લેવો જોઈએ.